Not Set/ સારા અલી ખાને તેની ડેબ્યુ ફિલ્મ ‘કેદારનાથ’ની થ્રોબેક તસ્વીર શેર કરી બતાવી 2020 ની વાસ્તવિકતા

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેણે તાજેતરમાં જ તેની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ સંબંધિત કેટલાક જૂના ફોટા શેર કર્યા છે. તેણે આ સમયની પરિસ્થિતિ અને વર્ષ 2020 ની વાસ્તવિકતાને મનોરંજક રીતે બતાવી છે. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. સારા અલી ખાને ત્રણ ફોટા શેર […]

Uncategorized
d15af2fc1797ce307a5df540aea5645a સારા અલી ખાને તેની ડેબ્યુ ફિલ્મ 'કેદારનાથ'ની થ્રોબેક તસ્વીર શેર કરી બતાવી 2020 ની વાસ્તવિકતા

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેણે તાજેતરમાં જ તેની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ સંબંધિત કેટલાક જૂના ફોટા શેર કર્યા છે. તેણે આ સમયની પરિસ્થિતિ અને વર્ષ 2020 ની વાસ્તવિકતાને મનોરંજક રીતે બતાવી છે. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

સારા અલી ખાને ત્રણ ફોટા શેર કર્યા છે. જેમાં એક ફોટામાં પર્વતોનો સુંદર નજરો જોવા મળી રહ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું હતું – ઉમ્મીદ, રિયાલિટી, રિયાલિટી 2020.

બીજા અને ત્રીજા ફોટા વાસ્તવિકતા જોવા મળી રહી છે. તે ફિલ્મના સીન માટે તૈયાર થઈ રહી છે. તેના ચહેરાને એવી રીતે મેકઅપ કર્યો છે કે જેથી તેના ચહેરા પર ઇજા જોવા મળી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે સુશાંત સિંહ રાજપૂતની સાથે જોવા મળી હતી. આ પછી તે સિમ્બામાં રણવીર સિંહ અને લવ આજ કાલ 2 સાથે કાર્તિક આર્યન સાથે પણ જોવા મળી હતી.

આવનારી મૂવીઝ વિશે વાત કરવામાં આવે તો સારા અને વરુણ ધવન કૂલી નંબર વનની રિમેકની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. તેનું નિર્દેશન ડેવિડ ધવન કરી રહ્યા છે. તે ગોવિંદા અને કરિશ્માની ફિલ્મની રીમેક છે.

બીજી ફિલ્મ અત્રંગી રે છે, જેમાં અક્ષય કુમાર અને સાઉથ સ્ટાર ધનુષની સાથે સારા પણ મહત્વની ભૂમિકા ભજવશે. આનંદ એલ રાય આ ફિલ્મનું દિગ્દર્શન કરશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….