Not Set/ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધના મુદ્દે વિદ્યા બાલને કહ્યું કંઇક આવું!

મુંબઇ, વિદ્યા બાલને પુલવામાં હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધના મુદ્દે  પોતાનો મત વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિનેત્રી વિદ્યા બાલને  કહ્યું હતું કે બસ હવે બહું થયું.હવે કડક પગલાં લેવાની જરૂર છે. પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધના મુદ્દે પણ સ્પષ્ટ વલણ કરતા અભિનેત્રીએ જણાવ્યું હતું કે મારું પહેલેથી માનવું હતું કે કલાને બધી સીમાઓ […]

Uncategorized
0 11 પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધના મુદ્દે વિદ્યા બાલને કહ્યું કંઇક આવું!

મુંબઇ,

વિદ્યા બાલને પુલવામાં હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધના મુદ્દે  પોતાનો મત વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિનેત્રી વિદ્યા બાલને  કહ્યું હતું કે બસ હવે બહું થયું.હવે કડક પગલાં લેવાની જરૂર છે.

પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધના મુદ્દે પણ સ્પષ્ટ વલણ કરતા અભિનેત્રીએ જણાવ્યું હતું કે મારું પહેલેથી માનવું હતું કે કલાને બધી સીમાઓ અન રાજનીતિથી અલગ રાખવી જોઈએ,પરંતુ હવે લાગે છે કે કડક પગલાં લેવાની જરૂર છે કારણ કે હવે બહુ થઈ ગયું છે.

વિદ્યા બાલન ખૂબ જલદી રેડિયો શો ધૂન બદલ કે દેખો લઇને આ રહી છે. આ શોના લોન્ચિંગ પ્રસંગે  વિદ્યા બાલને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે  લોકોને એકસાથે લાવવા વિવિધ કળાથી ઉત્તમ માધ્યમ કોઈ નથી.

તે પછી સંગીત હોય, ડાન્સ હોય શાયરી કે થિયેટર કે પછી સિનેમા. પરંતુ આ વખતે મને લાગે છે કે કોઈ નક્કર પગલું લેવું જોઈએ.વિદ્યા રેડિયો શોની સાથે આગામી સમયમાં અક્ષય કુમાર સાથે  ફિલ્મ મિશન મંગળ પણ કરી રહી છે.