Politics/ ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસનો વિકલ્પ કાયમી ધોરણે બની શકશે?

કોંગ્રેસને કાઢવામાં રહ્યા ત્યાં સુરતમાં આમ આદમી પાર્ટી ઘુસી ગઈ

Mantavya Exclusive
  • દિલ્હી મોડલ ગુજરાતમાં કાયમી થયું તો માન્ય રાષ્ટ્રીય પક્ષ તરીકે સ્થાન મેળવતા જરાય વાર નહિ લાગે

આમ આદમી પાર્ટીએ ગુજરાતના છ મહાનગરની ચૂંટણીમાં અંદાજે દસ ટકા કરતા વધુ મત અને સુરતમાં 27 બેઠકો મેળવી ગુજરાતમાં પગપેસારો કર્યો છે. આમ આદમી પાર્ટીનો આ દેખાવ ગુજરાતમાં ત્રીજું બળ સાવ ચાલતું જ નથી તે છાપ ભૂંસી નાંખનારું છે. સવાલ એટલોજ છે આજ પ્રકારનું તેનું વલણ અને લોકપ્રિયતા આગામી દિવસોમાં જળવાય છે કે કેમ તે મોટો પ્રશ્ન છે. કમસેકમ આ પક્ષ મહાનગરો પૂરતો કોંગ્રેસનો વિકલ્પ બની ગયો છે.

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી છ મહાનગરોની ચૂંટણીમાં સુરતમાં ૨૭ બેઠકો જીતી ગુજરાતના રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી કરીને ભાજપ અને કોંગ્રેસ બન્નેના શ્વાસ અધ્ધર કરી દીધા છે. આ પાર્ટીએ ગુજરાતના તમામ મહાનગરોમાં પ્રથમવાર મેદાનમાં ઉતરનારી પાર્ટી જેવો દેખાવ કરે તેના કરતા વધુ સારો દેખાવ કર્યો છે. મતોની ટકાવારીમાં પણ ગુજરાતમાં સંતોષકારક છે. ટૂંકમાં  ‘આપ’ના ઝાડુથી કોંગ્રેસનો તો સફાયો થયો છે પરંતુ સાથો સાથ ભાજપને પણ કમસે કમ સુરતમાં છોડ્યું નથી. આ પાર્ટીના નેતાઓએ સુરતમાં ભવ્ય વિજય બાદ યોજાયેલી સભાને સંબોધતા લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હેલ્પ લાઈન શરુ  કરવાની જાહેરાત કરી છે. લોકોના પ્રશ્નો તેના પર એસએમએસના કે વોટ્સએપના માધ્યમથી મેળવી તેનો ત્વરીત નિકાલ થાય તે માટે આમ આદમી પાર્ટી પ્રયાસ કરશે. સુરતમાં ‘આપ’ના વિજય માટે જેની ભવ્ય ભૂમિકા છે તેના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને સુરતમાં આપના વિજયને શીલ્પી જેને સુરતના કાર્યકરો ગણાવે છે તે મનોજ સોરઠીયાએ એવી જાહેરાત કરી છે કે, અત્યાર સુધી સુરતમાં ભ્રષ્ટાચાર એક પક્ષે કર્યો છે અને બીજા પક્ષે ચલાવી લીધો છે પરંતુ તેમણે એવું મક્કમ શબ્દોમાં જાહેર કર્યુ છે કે અમે ભ્રષ્ટાચાર કરશુ નહી અને સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર થવા પણ દેશું નહિ. લોકોના રોજબરોજના પ્રશ્ર્નો ઉકેલવા આપના પ્રત્યેક કોર્પોરેટર અને કાર્યકરો સદાય સક્રિય રહેશે આમ સુરતમાં આમ આદમી પાર્ટીએ સક્રિય વિરોધ પક્ષ તરીકે કામગીરી બજાવવાની પણ જાહેરાત કરી છે.

125-Year-Old Congress Defeated": Arvind Kejriwal On AAP Show In Gujarat

આમ આદમી પાર્ટીના નગરસેવકોમાં સુરતની પ્રજાએ જે ભરોસો મૂક્યો છે તેને સાર્થક કરવા આમ આદમી પાર્ટીએ ઘા કરી દીધો છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ ૧૧૪ બેઠકો લડીને ૨૭ બેઠકો જીતી છે અને ૪૦ કરતાં વધુ બેઠકો પર બીજો નંબર મેળવ્યો છે. તેણે કોંગ્રેસની ત્રણ, ભાજપની બે પેનલોની મળી ૨૦ બેઠકો આખી પેનલ સાથે મેળવી છે. તો જાણકારો કહે છે તે પ્રમાણે બાકીમાં ભાજપની બે પેનલોમાં ગાબડું પાડી બે-બે મળી ચાર બેઠક મેળવી છે બાકીની ત્રણ બેઠકો કોંગ્રેસને છૂટક છૂટક મળી હતી. તે કબજે કરી છે. આમ આપે કોંગ્રેસની ૧૪ અને ભાજપની ૧૩ બેઠકો અંકે કરી છે આ જેવી તેવી સિદ્ધી તો નથી જ. જ્યારે સુરતમાં તેને મળેલા મતની ટકાવારી અંદાજે ૨૬ ટકા છે.  આ જેવી તેવી તો સીધ્ધી નથીજ. આમ આદમી પાર્ટીએ પાટીદારોના પ્રભુત્વ વાળા વિસ્તારોમાં જીત મેળવી હોવાનું કહેવાતુ હોય પરંતુ તેને મત તો લગભગ તમામ વિસ્તારોમાં નોંધપાત્ર પ્રમાણમાં મળ્યા છે આમ આદમી પાર્ટીએ સુરતમાં પ્રચંડ જનસમર્થન મળ્યું છે.

AAP vrooms into Gujarat's electoral politics in style | Ahmedabad News -  Times of India

જ્યારે રાજકોટમાં પણ આમ આદમી પાર્ટીને ભલે એકપણ બેઠક ન મેળવી હોય પરંતુ ત્યાં તેને કુલ મતદાનના ૧૭ ટકા મતો મળ્યા છે. લગભગ ૩૦ કરતાં વધુ બેઠકો પર તો ત્યાં બીજો નંબર છે. જે બેઠકો પર કોંગ્રેસ પછીના સ્થાને છે ત્યાં તેની અને કોંગ્રેસ વચ્ચેનો તફાવત માત્ર ૫૦૦ થી ૧૦૦૦ મતની વચ્ચેનો છે. જ્યારે જામનગરમાં પણ તેને ૬ ટકા  અને ભાવનગરમાં ૩૯ બેઠકો લડીને અઢીથી ચાર ટકાની વચ્ચે મતો મળ્યા છે. જ્યારે અમદાવાદમાં પણ તેને મળેલા મતની ટકાવારી જરાય ઓછી નથી. લગભગ ૧૨ ટકા કરતાં વધારે છે. આ બાબત આમ આદમી પાર્ટીની ગણતરી માત્ર દિલ્હીના કે પ્રાદેશીક પક્ષ  તરીકે ગણાતા વિશ્ર્લેષકોને એક જવાબ સમાન છે. દિલ્હીમાં ૭૦ માંથા ૬૨ વિધાનસભા બેઠકો પૂર્ણ કક્ષાનું રાજ્ય ન હોવાના કારણે સત્તા મર્યાદિત હોવા છતાં દિલ્હીમાં કેજરીવાલની સરકારે જે કામ કર્યુ છે તેના ફળ સ્વરૂપે તેનું દિલ્હી મોડલ લોકપ્રિય બનવા જઈ રહ્યું છે.

Gave no false declaration regarding educational qualification: AAP MLA  Preeti Tomar to HC | Cities News,The Indian Express

પંજાબમાં એક સાંસદ અને ૨૦ થી વધુ ધારાસભ્ય એટલે કે મુખ્ય વિપક્ષનું સ્થાન અને શીરોમણી અકાલી દળ અને ભાજપની બેઠકના સરવાળાં કરતાં બમણી બેઠકો, પંજાબમાં તાજેતરમાં થયેલી સ્થાનિક ચૂંટણીમાં પણ તે કોંગ્રેસ અકાલીદળ પછીના પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. અને ભાજપ કરતાં ૧૬ બેઠકો વધુ મેળવી છે. હવે પંજાબમાં ૫૧ વોર્ડ બેઠકો જીતનાર આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં છ મહાનગરોની ૫૭૬ બેઠકોમાંથી ૧૫ ટકા આસપાસના સરેરાશ મત સાથે ૨૭ બેઠકો જીતનાર આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં પોતાનો મજબૂત પાયો નાખ્યો છે તેનાથી મરણ પથારીએ પડેલી કે ઘણા જેને પતી ગયેલી પાર્ટી કહે છે તે કોંગ્રેસને તો આંચકો આપ્યો જ છે. અને ભાજપને પણ પોતાની લોકપ્રિયતાની જાળથી થોડુંક તો દઝાડ્યું જ છે. સુરતમાં ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલને આમ આદમી પાર્ટીની નોંધ લેવી પડી હતી અને કેજરીવાલનું દિલ્હી મોડલ ગુજરાતમાં ન જ ચાલી શકે તેવી વાત કરી હતી અને પરિણામ આવ્યા પછી આ મહાનુભાવને કહેવું પડ્યું છે કે, આ તો અમે કોંગ્રેસને કાઢવામાં રહ્યા ત્યાં સુરતમાં આમ આદમી પાર્ટી ઘુસી ગઈ. તેમણે કુતરાં કરતાં બિલાડું ઘુસી ગયું અને બકરું  કાઢતા ઊંટ પેસી ગયું તેવા વાહિયાત વાત પણ કરી હતી. જો કે આમા સી.આર.પાટીલ સાહેબનો વાંક નથી કારણકે સુરતમાં ૧૨૦માંથી તમામ બેઠકો સર કરવા માટે ઉમેદવારો પાછા ખેંચાવવાથી માંડી ઉમેદવારો અને તેના ટેકેદારોને નીષ્ક્રીય બનાવી દેવા સુધીના પ્રયોગો કરી ત્યાં કોંગ્રેસને તો સાચા અર્થમાં પતી ગયેલી પાર્ટી બનાવી દીધી પરંતુ તેમનું સો ટકા બેઠકોનું શમણું અધુરૂ રહી ગયું કારણ કે આમ આદમી પાર્ટી ૨૬ ટકા કરતાં વધુ બેઠકો (૨૭) લઈ ગઈ અને તમામ બેઠકો અંકે કરવાનું શમણું અધુરૂ રહી ગયુ. જ્યારે બીજા મહાનગરોમાં આમ આદમી પાર્ટી એક પણ બેઠક ન મેળવી શકી હોય ત્યારે પોતાનું મુખ્ય કાર્યક્ષેત્ર એવા સુરતમાં ‘આપ’ ભાજપનો સંપૂર્ણ વિજય રથ રોકે તેના કારણે કેન્દ્રના મોવડી મંડળનો નાનકડો ઠપકો કે ટકોર ચોક્કસ સાંભળવી પડી હશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મળેલા મતો અંગે પણ ભાજપના કેન્દ્રીય મોવડીઓને સીધો યા આડકતરો જવાબ તો આપવો જ પડ્યો હશે તે નક્કી છે.

Chandigarh civic polls to be a triangular contest — AAP to contest on all  26 seats | Cities News,The Indian Express

એક વાત નક્કી છે કે, દિલ્હીમાંથી આગળ વધેલી આમ આદમી પાર્ટીનો વ્યાપ પંજાબ બાદ હવે ગુજરાત સુધી પહોંચી ગયો છે. કદાચ આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશમાં પણ મોટી હાજરી પૂરાવવાનો અને પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજીના ટેકીમાં રહી લડવાનો અને હરિયાણા હિમાચલ ઉત્તરાખંડ સહિતના ઉત્તરના રાજ્યો ઉપરાંત મહારાષ્ટ્ર અને ગોવામાનાં રાજકારણમાં પ્રવેશીને ટુંકા ગાળામાં જરૂરી મતો અંકે કરી રાષ્ટ્રીય પક્ષ તરીકે મજબુત દાવેદાર બનવાની તૈયારી કરી લીધી છે.

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર