Not Set/ દંગલના ડિરેક્ટર નિતેશ તિવારીએ આમિર ખાનને બતાવ્યું ‘છિછોરે’નું ટ્રેલર

મુંબઇ 2016માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ દંગલ બાદ ડિરેક્ટર નિતેશ તિવારી ફરી પોતાની ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ વખતે નિતેશ તિવારી સુશાંતસિંહ રાજપૂર અને શ્રદ્ધા કપૂર સાથે છિછોરે મુવી લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર 4 ઓગસ્ટે રિલીઝ થવાનું છે. ત્યારે દંગલના ડિરેક્ટર નિતેશ તિવારીએ ફિલ્મનું ટ્રેલર ખાસ આમિર ખાનને બતાવ્યું હતું. ઉલ્લેખનીય […]

Uncategorized
aamir 1 દંગલના ડિરેક્ટર નિતેશ તિવારીએ આમિર ખાનને બતાવ્યું 'છિછોરે'નું ટ્રેલર

મુંબઇ

2016માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ દંગલ બાદ ડિરેક્ટર નિતેશ તિવારી ફરી પોતાની ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ વખતે નિતેશ તિવારી સુશાંતસિંહ રાજપૂર અને શ્રદ્ધા કપૂર સાથે છિછોરે મુવી લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર 4 ઓગસ્ટે રિલીઝ થવાનું છે. ત્યારે દંગલના ડિરેક્ટર નિતેશ તિવારીએ ફિલ્મનું ટ્રેલર ખાસ આમિર ખાનને બતાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે દંગલ સમયથી જ આમિર ખાન અને નિતેશ તિવારીના સંબંધો ગાઢ બન્યા છે. નિતેશ તિવારી આમિર ખાનને પોતાના ગુરુ માને છે. ત્યારે બંનેએ દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટેલમાં બેસીને ફિલ્મના ટ્રેલર વિશે ચર્ચા કરી હતી.

અમિર ખાન સાથે મુલાકાત અંગે વાત કરતા નિતેશ તિવારીએ કહ્યું,’પ્રામાણિક્તાથી કહું તો જ્યારે આમિર આવ્યા ત્યારે મને થોડો ડર લાગ્યો. મને આશા હતી કે ફરી એકવાર આમિર સર મારું કામ વખાણશે. જ્યારે તે ટ્રેલર જોતા હતા, ત્યારે હું ખુશ હતો, અને તેમને ટ્રેલર ગમ્યું પણ ખરું. તેઓ હસી રહ્યા હતા. સાથે જ ટ્રેલરના એન્ડમાં તે ભાવુક થઈ ગયા. સૌથી મહત્વની વાત એ છે કે તેમણે સરપ્રાઈઝ સાથે અમને આશ્ચર્યચકિત કરી દીધા. આનાથી સાબિત થાય છે કે તેમને મારી ચિંતા છે.’

ઉલ્લેખનીય છે કે આમિર ખાનને નિતેશ તિવારી જુદા જુદા કામ માટે દિલ્હીમાં હતા. પરંતુ જ્યારે બંનેને એકબીજા વિશે માહિતી મળી, તો બંનેએ મળવાનું નક્કી કર્યું. જદ્યારે નિતેશ તિવારીએ આમિર ખાનને ફિલ્મનું ટ્રેલર જોવા કહ્યું, તો આમિર તરત જ તૈયાર થઈ ગયા.

આમિર ખાન સાચા અર્થમાં પરફેક્શનિસ્ટ છે, તેમના વિચાર અને ક્રિએટિવ ઈનપુટ નિતેશ માટે મહત્વના છે અને આમિરને ફિલ્મ પ્રોડક્શન તેમજ પ્રેઝન્ટેશનનો સારો અનુભવ છે. એટલે જ નિતેશે તેમને વિશેષ સ્ક્રીનિંગ માટે બોલાવ્યા હતા.

દંગલની રિલીઝને 3 વર્ષ થઈ ગયા છે. દંગલ અત્યાર સુધીની ભારતીય ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં સામેલ છે. ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વખાણ થયા હતા. હવે નિતેશ તિવારીની ફિલ્મ ‘છિછોરે’ની ચર્ચા ચાલી રહી છે.