ઉમેદવારની યાદી/ AAPએ મધ્યપ્રદેશ ચૂંટણી માટે 29 ઉમેદવારોની કરી જાહેરાત, આ નેતાઓને મળી તક

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ થોડા દિવસો પહેલા એક જનસભાને સંબોધિત કરતી વખતે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો.

Top Stories India
10 1 AAPએ મધ્યપ્રદેશ ચૂંટણી માટે 29 ઉમેદવારોની કરી જાહેરાત, આ નેતાઓને મળી તક

આમ આદમી પાર્ટીએ સોમવારે મોડી રાત્રે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 29 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.આ યાદીમાં ભંડેર બેઠક પરથી રામાણી દેવી જાટવ, ભિંડથી રાહુલ કુશવાહા, મેહગાંવથી સતેન્દ્ર ભદૌરિયા, ભોપાલ ઉત્તરથી મોહમ્મદ સઈદ, ઈન્દોર-1 બેઠક પરથી અનુરાગ યાદવ, ઈન્દોર-4 બેઠક પરથી પીયૂષ જોશી, પાટણ બેઠક પરથી વિજય મોહન પાલા અને ભોપાલ બેઠક પરથી વિજય મોહન પાલાનો સમાવેશ થાય છે. રેવા બેઠક પરથી એન્જિનિયર દીપક સિંહ પટેલ અને શિવપુરી બેઠક પરથી અનુપ ગોયલ સહિત 29 ઉમેદવારોના નામ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે   કૈલાશ વિજયવર્ગીયને ઈન્દોર-1 સીટ પરથી બીજેપીએ ઉમેદવાર બનાવ્યા છે. મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપ ફરી એકવાર સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે.  કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.આ સિવાય આમ આદમી પાર્ટી મધ્યપ્રદેશમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ થોડા દિવસો પહેલા એક જનસભાને સંબોધિત કરતી વખતે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો.