Rajkot/ અભયભાઈ ભારદ્વાજનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર પૂર્ણ

રાજ્યસભાના સાંસદ તેમજ રાજકોટના નામાંકિત એડવોકેટ અભય ભાઈ ભારદ્વાજનું ગઈકાલે ચેન્નઈ હોસ્પિટલમાં નિધન થયું હતું. કોરોના સામે જંગ લડતા બાદ તેઓ હારી ગયા હતા.

Top Stories Gujarat Others
a 27 અભયભાઈ ભારદ્વાજનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર પૂર્ણ

રાજ્યસભાના સાંસદ તેમજ રાજકોટના નામાંકિત એડવોકેટ અભય ભાઈ ભારદ્વાજનું ગઈકાલે ચેન્નઈ હોસ્પિટલમાં નિધન થયું હતું. કોરોના સામે જંગ લડતા બાદ તેઓ હારી ગયા હતા. ચેન્નઈ હોસ્પિટલમાં ત્રણ મહિના જેટલા લાંબા સમયગાળા સુધી તેમની સારવાર કરવામાં આવી હતી પરંતુ કોરોના તેમના માટે જીવલેણ સાબિત થયો હતો. સારવાર દરમિયાન હાર્ટ એટેકના કારણે તેઓનું નિધન થયું હતું.

અભય ભાઈ ભારદ્વાજના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ બાય રોડ રાજકોટ તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ શહેર ભાજપના નેતાઓની સાથે તેમના અંતિમ દર્શન તેમજ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચ્યા હતા. બહોળા પ્રમાણમાં લોકો ઊમટી પડવાના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. અભય ભાઈના નિવાસસ્થાન પર ફૂલોથી શણગારેલી શબવાહિની અગાઉથી પહોંચી ચૂકી હતી. મુખ્યમંત્રી સહિત તેમના પુત્ર અને પુત્રીઓએ પણ કાંધ આપી હતી.

આ પણ વાંચો : જાણો, કેમ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા સામે નોંધાઈ ફરિયાદ

અભયભાઈ ભારદ્વાજ સારવાર બાદ મુક્ત થયા હોવાથી અમીન માર્ગ પર આવેલા તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને મૂકવામાં આવ્યો હતો. તેમજ કાલાવડ રોડ પર આવેલા મોટા મોવા સ્મશાન ગૃહ ખાતે તેમના કોવિડની ગાઈડ લાઈન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.અને તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો.

આ પણ વાંચો : હાઇકોર્ટનો ફરીથી સુઓમોટો અને સરકારને ફટકાર, પૂછ્યું કે 6 હજાર લોકો ભેગા થયા ત્યારે તમે શું કરતા હતા ?

બપોરે ત્રણ કલાકે તેઓના પરિવારજનો તેમજ સ્નેહીજનો તેમના અંતિમ દર્શન તેમજ અંતિમ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દુઃખદ ઘટનામાં અભય ભાઈના પરિવારજનોને સાંત્વના આપવા માટે ભાજપ પરિવારના સભ્યો પણ પહોંચ્યા હતા અને તેમના પ્રત્યે પોતાનો આદરભાવ વ્યક્ત કર્યો હતો.તેમજ મુખ્યમંત્રી સહિતના નેતાઓએ ઉપસ્થિત રહી પ્રદક્ષિણા કરી અને તેમના ચરણ સ્પર્શ કરી અંતિમ દર્શન કર્યા હતા.

આ પણ વાંચો : કોરોનાને અટકાવવા તંત્ર બન્યું સક્રિય, ફલાઈંગ સ્કોડે હાથ ધર્યું ઓપરેશન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…