Kheda News : ખેડાના સેવાલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઘેલાભાઈ જે. ભરવાડ અને જીઆરડી સોમાભાઈ કે.રોહીત વિરૂધ્ધ ખેડા એસીબી પોલીસ સ્ટેશનમાં લાંચની માંગણીનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી ઘેલાભાઈ ભરવાડે નડિયાદ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી.
કોર્ટમાં આ અરજી ચાલી જતા હાઈકોર્ટ દ્વારા જામીન અરજી રદ્દ કરવાનું વલણ અપનાવ્યું હતું. જેને પગલે આરોપીના વકીલે આગોતરા જામીન અરજી વીથડ્રો કરી લીધી હતી. જોકે બાદમાં આરોપી ઘેલાભાઈ ભરવાડ અને જીઆરડી સોમાભાઈ રોહીત નાસતા ફરતા હતા. અંતે પોલીસે તપાસ હાથ ધરીને બન્ને આરોપીને 29 ઓગસ્ટના રોજ પોલીસે ઝડપી લીધા હતા.
આ પણ વાંચો: રિલાયન્સે વડોદરાવાસીઓ માટે 20,000 ફૂડ પેકેટ પહોંચાડ્યા
આ પણ વાંચો: વડોદરામાં પૂર બાદ આરોગ્ય, વીજળી, સફાઇ અને માર્ગોના કામોને પ્રાધાન્ય આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાકીદ
આ પણ વાંચો: વડોદરામાં આર્મીની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી