Video/ સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત, ધો.5ની વિદ્યાર્થિનીનું મોત

જસદણની એકલવ્ય સ્કૂલ વાન અને ફોર વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું છે. આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે અકસ્માત સર્જાતા ધોરણ 5ની વિદ્યાર્થીનીનું મૃત્યુ થયુ છે.

Videos
a 66 સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત, ધો.5ની વિદ્યાર્થિનીનું મોત
  • રાજકોટઃ સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત
  • જસદણની એકલવ્ય સ્કૂલવાનનો અકસ્માત
  • અકસ્માતમાં એક વિદ્યાર્થિનીનું નિપજ્યું મોત
  • ધો.5ની વિદ્યાર્થિનીનું મોત

 ગુજરાતમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે રાજકોટના જસદણ હાઈવે પર વધુ એક વખત અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જસદણની એકલવ્ય સ્કૂલ વાન અને ફોર વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું છે. આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે અકસ્માત સર્જાતા ધોરણ 5ની વિદ્યાર્થીનીનું મૃત્યુ થયુ છે. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો:વડોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ, સામસામે પથ્થર મારો