Breaking News/ રાજકોટ TRP અગ્નિકાંડના કેસમાં તત્કાલીન PI વી.એસ.વણઝારાને સસ્પેન્ડ કરાયા

રાજકોડ ગેમઝોન અગ્નિકાંડ 27 લોકો ભુંજાઈને માર્યા ગયા હતા

Top Stories Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 07 03T194706.239 રાજકોટ TRP અગ્નિકાંડના કેસમાં તત્કાલીન PI વી.એસ.વણઝારાને સસ્પેન્ડ કરાયા

Rajkot News : રાજકોટ TRP અગ્નિકાંડના કેસમાં તત્કાલીન PI વી.એસ.વણઝારાને સસ્પેન્ડ કરાયા છે. SITની તપાસ બાદ DGP એ સસ્પેન્શનનો આદેશ કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોડ ગેમઝોન અગ્નકાંડમાં 27 લોકો ભુંજાઈને માર્યા ગયા હતા.રાજકોટ TRP ગેમઝોન અગ્નકાંડ મામલે રાજકોટના બે પોલીસ ઈન્સ્પેક્ટર એન.આઈ.રાઠોડ અને વી.આર.પટેલ સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ અગાઉ ફરજ બજાવી ચૂકેલા બે પી.આઇ. જે.વી.ધોળા અને વી.એસ.વણઝારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આમ એસઆઈટીની તપાસ બાદ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશથી આજે વધુ બે રાજકોટના તત્કાલીન પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પીઆઇ જે.વી.ધોળાની રાજકોટથી કરછ (પશ્ચિમ-ભુજ) ખાતે બદલી કરવામાં આવી હતી. તે હાલમાં કચ્છમાં ફરજ બજાવી રહ્યા હતા. જ્યારે પીઆઇ વી.એસ. વણઝારા હાલ અમદાવાદ ફરજ બજાવી રહ્યા હતા.. જેના માટે એસઆઇટીએ બંનેની જવાબદારી ફિક્સ કરી હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગૃહ વિભાગના રિપોર્ટના આધારે બંનેને સસ્પેન્ડ કરવાનો આદેશ કરી દીધો છેરાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આઈએએસની એક વધારાની સમિતિ બનાવાઈ હતી.

આ સમિતિ દ્વારા પણ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ સુપરત કરતા પહેલા કમિટી દ્વારા રાજકોટ શહેરના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તથા આનંદ પટેલની પૂછપરછ કરી હતી. જેમાં આનંદ પટેલની દોઢ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે અમિત અરોરાની અંદાજે બે કલાક સુધી પૂછપરછ કરાઈ હતી.આ બન્ને અધિકારીઓની પૂછપરછ બાદ હવે સરકારને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. આ રિપોર્ટ આવતીકાલે બંધ કવર માં હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે. આઈએએસની કમિટી દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન તમામ ટેક્નિકલ પાસા આવરી લેવામાં આવ્યા છે. જો કે મળતી માહિતી મુજબ એસઆઈટી અને હાઇકોર્ટની ટકોર બાદ રચવામાં આવેલી કમિટીના રિપોર્ટમાં સામ્યતા જોવા મળી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી