ઉત્તરપ્રદેશનાં બારાબંકીમાં કિસાન પથ પર દિલ્હીથી બહરાઇચ જઈ રહેલી બસ અને બીજી બાજુથી આવતી ટ્રક સામસામે ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં બસનાં 13 મુસાફરોનાં મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં 27 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તેમાંથી 5 ને ટ્રોમા સેન્ટર લખનઉમાં મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો – ભાવ વધારો / તો શું નહી મળે સામાન્ય નાગરિકને રાહત? આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ
ઉત્તર પ્રદેશનાં બારાબંકી જિલ્લામાં ગુરુવારે સવારે એક દર્દનાક અકસ્માત થયો. પ્રવાસી બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે 13 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. વળી, ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામ મૃતદેહોને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. વળી, ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દર્દનાક માર્ગ અકસ્માત બારાબંકી જિલ્લાનાં થાણા દેવા હેઠળ માતી વિસ્તારનાં બબુરી ગામ નજીક થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ડબલ ડેકર ટૂરિસ્ટ બસ દિલ્હીથી ગોંડા-બહરાઇચ જઈ રહી હતી ત્યારે સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ ગઈ. અકસ્માત બાદ લોકો મોટેથી હુમો પાડવા લાગ્યા હતા. ચીસો સાંભળીને સ્થળ પર પહોંચેલા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લોકોને બહાર કાઠ્યા. પોલીસે ઘાયલ લોકોને બહાર કાઠ્યા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા.
5-6 people feared dead in collision between a truck and a passenger bus in Barabanki, injured shifted to local hospital: SP Barabanki
Details awaited.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 7, 2021
આ પણ વાંચો – OMG! / ટાઇટ જીન્સનાં શોખીનો જોઇ લો આ યુવતીની હાલત, સુંદર દેખાવાનાં ચક્કરમાં થઇ ગઇ હવા ટાઇટ
વળી, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં લગભગ 13 લોકોનાં મોત થયા છે. જોકે, આ અકસ્માતમાં મૃત્યુઆંક વધુ થઇ શકે છે. અકસ્માત બાદ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. પોલીસનાં જણાવ્યા અનુસાર, ટ્રક રેતીથી ભરેલી હતી, જે બસ સાથે અથડાઈ હતી. જોકે, બસમાં કેટલા લોકો હતા તે અંગે વધુ માહિતી મળી શકી નથી. જેસીબી પણ સ્થળ પર પહોંચી ગઈ છે જે બસ અને ટ્રકને અલગ કરવાનો પ્રયાસ કરી રહી છે.
