આચાર્ય ચાણક્ય ખૂબ હોશિયાર, વ્યૂહરચનાકાર અને મુત્સદ્દીગીરીના નિષ્ણાત હતા. તેમણે જીવનના દરેક પાસાઓનું નજીકથી વિશ્લેષણ કર્યું અને તેમના અનુભવોના આધારે તેમણે લોકોને ચાણક્ય નીતિ ગ્રંથ દ્વારા સાચા માર્ગ પર ચાલવા પ્રેરણા આપી. જો લોકો આચાર્ય ચાણક્યની કહેલી વસ્તુઓનું પાલન કરે છે, તો તમે તમારા જીવનની ઘણી સમસ્યાને ખૂબ જ સરળતાથી હલ કરી શકો છો.

જે લોકોમાં છળ અને કપટની ભાવના હોય છે, તેઓ કોઈના સગા નથી હોતા. આવા લોકો, ભલે તે કોઈની સાથે સંબંધ બનાવે, પરંતુ સ્વાર્થ સાથેજ સબંધ બનાવે અને સ્વાર્થ પૂર્ણ થયા પછી કોઈ મતલબ નથી રાખતા. વૃદ્ધાવસ્થામાં આવા લોકોનો સાચો સાથીદાર હોતો નથી.
જે લોકો ખોટી રીતે પૈસા કમાવે છે તે એક સાથે ઘણી બધી કમાણી કરી શકે છે, પરંતુ તે પૈસા ચોક્કસપણે તેને વિનાશના દ્વાર પર લઈ જાય છે અને તે પૈસા તેમની સાથે ટકી શકતા નથી, આવા લોકો કંગાળ હાલતમાં વૃદ્ધાવસ્થામાં વિતાવે છે.

જેઓ મોડે સુધી ઊંઘે છે, સફળતા તેમના દરવાજાથી પાછી ફરે છે. આવા લોકોમાં માતા લક્ષ્મીની કૃપા હોતી નથી અને તેમને ભવિષ્યમાં તેનું પરિણામ સહન કરવું પડે છે.

જે લોકો પૈસાની બચત કરતા નથી અથવા તેમની જરૂરિયાત કરતાં વધુ પૈસા ખર્ચી નાખે છે તેઓની વૃદ્ધાવસ્થા ખૂબ પીડાદાયક છે કારણ કે વૃદ્ધાવસ્થામાં પૈસા એ જ સાચો મિત્ર છે, જેના સહારે તમારું જીવન સહેલાઇ થી વીતે છે.
જેમનું જીવન શિસ્તબદ્ધ નથી, તેઓને ક્યારેય સફળતા નથી મળતી કારણ કે શિસ્ત વિના કંઈ પણ શક્ય નથી.

જેઓનું ધ્યાન હમેશા ખાવાપીવા ઉપર કેન્દ્રિત હોય છે, તેઓ ક્યારેય મહત્વપૂર્ણ કાર્યનો ભાગ બનતા નથી અને તેમનું જીવન નિરર્થક છે. વૃદ્ધાવસ્થા આવા લોકો માટે ખૂબ જ દુઃખદાયી હોય છે.
