Crime/ બનાસકાંઠા માં CA ની પત્ની હત્યા કેશમાં આરોપીને સબજેલ ધકેલાયો

બનાસકાંઠા ના થરાદ હાઇવે પર કાપરા ગામ પાસે અકસ્માત કરી હત્યા કરનાર આરોપી CA લલિત ટાંક ના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને સબજેલમાં ધકેલાયો છે જ્યારે અન્ય આરોપીને ઝડપવા એલ સી બી પોલીસ કામે લાગી છે. બનાસકાંઠા ના લાખણી પાસે ગેળા હનુમાનજી ના દર્શન કરવા 26 ડીસેમ્બર ના રોજ પગપાળા ડીસા ના જાણીતા સી એ લલિત […]

Gujarat
death 5 બનાસકાંઠા માં CA ની પત્ની હત્યા કેશમાં આરોપીને સબજેલ ધકેલાયો
બનાસકાંઠા ના થરાદ હાઇવે પર કાપરા ગામ પાસે અકસ્માત કરી હત્યા કરનાર આરોપી CA લલિત ટાંક ના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને સબજેલમાં ધકેલાયો છે જ્યારે અન્ય આરોપીને ઝડપવા એલ સી બી પોલીસ કામે લાગી છે.
બનાસકાંઠા ના લાખણી પાસે ગેળા હનુમાનજી ના દર્શન કરવા 26 ડીસેમ્બર ના રોજ પગપાળા ડીસા ના જાણીતા સી એ લલિત ટાંક અને તેમની પત્ની દક્ષાબેન જતા હતા . જે સમયે કાપરા ગામ પાસે સ્વીફ્ટ ગાડીએ દક્ષાબેનને ટક્કર મારતા દક્ષાબેનનું ઘટના સ્થળે મોત થયું હતું. બાદમાં ભીલડી પોલીસની તપાસમાં અકસ્માત સર્જવા તેના પતિ એ પ્લાન બનાવ્યો હોવાનું ખૂલતા પોલીસ એ આરોપી સી .એ લલિત ટાંક ને ઝડપી પાડયો હતો.
વધુ તપાસ માટે લાખણી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ એ છ દિવસના રિમાન્ડ મંજુર કરેલ જોકે રિમાન્ડ દરમ્યાન આ તપાસ એલ સી બી ને સોંપેલ જેથી પોલીસ એ તપાસ દરમ્યાન અનેક પુરાવા એકઠા કરેલ અને રિમાન્ડ પૂર્ણ થતાં લાખણી કોર્ટમાં રજૂ કરેલ જયારે કોર્ટ એ આરોપી સી એ લલિત ટાંક ને સબજેલમાં ધકેલી દીધેલ.જોકે હવે પોલીસ ફરાર આરોપીઓ ને ઝડપવા તજવીજ હાથ ધરી છે.
સી એ લલિત ટાંક ને કડક સજા થાય અને ફરાર આરોપીઓ જલ્દી જડપાય જે માટે માળી સમાજ ના અગ્રણીઓ સહિત હિન્દૂ સમાજના આગેવાનો એ પાલનપુર કલેકટર કચેરી કચેરીએ અને જિલ્લા પોલીસ વડાની કચેરી એ આવેદનપત્ર આપેલ અને રાજકીય વગ કે પૈસા ન જોરે આરોપી છૂટી ન જાય તે માટેની માંગ કરી હતી સાથે જો આરોપીઓ નહિ ઝડપાય તો આવનાર સમય માં તાલુકા મથકે ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી છે.ત્યારે હવે પોલીસ ફરાર આરોપીઓ ને કેટલા સમયમાં ઝડપે છે તે જોવાનું રહ્યું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ