Gujarat/ ગુજરાત વિધાપીઠના નવા કુલપતિ તરીકે આજે આચાર્ય દેવવ્રત ચાર્જ સંભાળશે

ગુજરાત વિધાપીઠનો 100 વર્ષનો ઇતિહાસ આજે બદલાશે.રાજયપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત વિધાપીઠના કુલપતિ તરીકે ચાર્જ સંભાળશે.આ મામલે વિવાદ પણ સર્જાયો છે

Top Stories Gujarat
2 47 ગુજરાત વિધાપીઠના નવા કુલપતિ તરીકે આજે આચાર્ય દેવવ્રત ચાર્જ સંભાળશે
  • આચાર્ય દેવવ્રત ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ
  • આજે આચાર્ય દેવવ્રત કુલપતિ તરીકે સંભાળશે ચાર્જ
  • આચાર્ય દેવવ્રત બન્યા ગુ.વિદ્યાપીઠના 13માં કુલપતિ
  • વિદ્યાપીઠમાં વિવાદોની વચ્ચે યોજાશે કાર્યક્રમ
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકે નિમણૂંક

ગુજરાત વિધાપીઠનો 100 વર્ષનો ઇતિહાસ આજે બદલાશે.રાજયપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત વિધાપીઠના કુલપતિ તરીકે ચાર્જ સંભાળશે.આ મામલે વિવાદ પણ સર્જાયો છે, 13માં કુલપતિ તરીકે દેવવ્રત આચાર્ય આજે હોદ્દો સંભાળશે.આ મામલે અનેક ટ્રસ્ટીઓએ રાજીનામા પણ આપી દિધા છે.

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ પદ પરથી ડૉ. ઈલાબહેન ભટ્ટે 4 ઓકટોબરના રોજ રાજીનામું આપી દીધું હતું. જે બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદનું નિમંત્રણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને અપાયું હતું જેનો સ્વીકાર કરતાં હવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકેનો પણ કારોભાર સંભાળશે. યુવાનોને શિક્ષણ આપવા અને તેમના ચારિત્ર્ય ઘડતરના આશયથી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધીએ 100થી વધુ વર્ષ પહેલાં કરી હતી. ગૂજરાત વિદ્યાપીઠ છેલ્લા ઘણા મહિનાથી કુલનાયકની નિમણૂકને લઈને ચર્ચામાં હતી. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ પદ માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાપીઠ દ્વારા આવેલાં નિમંત્રણનો  સ્વીકાર કર્યો છે અને આ પદ માટે સ્વીકૃતિ આપી હતી.