Not Set/ New Showમાં એસીપી પ્રદ્યુમન એકવાર ફરી ‘દયા કુછ તો ગડબડ હૈ’ નાં ડાયલોગ અને ટીમ સાથે ઝળકશે

સોની ચેલનની જાણીતો ટીવી શો ‘CID’ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ઓફ-એર થઇ ગયો હતો. હવે આ શો ની ટીમ એક નવા લૂક અને એક New Brand Showમાં સાથે ઝળકશે. પોલીસ પર આધારિત હશે શો સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, ભારતમાં સૌથી લાંબા સમય સુધી ચાલનાર ટીવી શો ‘CID’નાં કેટલાંક કલાકારો એક નવા શો માં સાથે કામ કરશે. […]

Top Stories Entertainment

સોની ચેલનની જાણીતો ટીવી શો ‘CID’ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ઓફ-એર થઇ ગયો હતો. હવે આ શો ની ટીમ એક નવા લૂક અને એક New Brand Showમાં સાથે ઝળકશે.

પોલીસ પર આધારિત હશે શો

સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, ભારતમાં સૌથી લાંબા સમય સુધી ચાલનાર ટીવી શો ‘CID’નાં કેટલાંક કલાકારો એક નવા શો માં સાથે કામ કરશે. નવો શો પોલીસ પર આધારિત હશે અને તેમાં કેટલીક પર્સનલ સ્ટોરી પણ જોવા મળશે. આ શોમાં દયાનંદ શેટ્ટી (ઈન્સ્પેક્ટર દયા), આદિત્ય શ્રીવાસ્તવ (ઈન્સ્પેક્ટર અભિજીત) તથા અંશા સૈયદ (ઈન્સ્પેક્ટર પૂર્વી)  સાથે જોવા મળશે.

પ્રોડ્યૂસર્સે નવી સિઝનની કરી હતી વાત

2018માં શો ના પ્રોડ્યૂસર્સે જાહેરાત કરી હતી કે 28 ઓક્ટોબરથી ‘CID’ નાનો બ્રેક લેશે અને નવા કેસ સાથે નવી સિઝન લઈને આવશે. ચેનલે કહ્યું હતું કે 20 વર્ષ પૂરા કર્યાં બાદ ‘CID’ સોની ચેનલ પર સૌથી લાંબો સમય સુધી ચાલતો શો છે. આ શો 28 ઓક્ટોબરથી બ્રેક લેશે અને થોડાં સમય બાદ પરત આવશે.  શો નો લાસ્ટ એપિસોડ 27 ઓક્ટોબરનાં રોજ ટેલિકાસ્ટ થયો હતો.

ક્યારે થયો શરૂ

‘CID’ 21 જાન્યુઆરી, 1997માં સોની ટીવી પર શરૂ થયો હતો. શો માં એસીપી પ્રદ્યુમનનો રોલ શિવાજી સાટમ, ઈન્સ્પેક્ટર અભિજીતનો રોલ આદિત્ય શ્રીવાસ્તવ, દયાનંદ શેટ્ટી ઈન્સ્પેક્ટર દયાનો રોલ કરતાં હતાં. આ શો એ એપ્રિલ, 2018માં 21 વર્ષ પૂર્ણ કર્યાં હતાં. આ શો મુંબઈમાં ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) માટે કામ કરતી ડિટેક્ટિવ ટીમ પર આધારિત હતો.