દેશમાં કોરોના વાયરસ કાળો કહેર વરસાવી રહ્યો છે. ત્યારે આવામાં અભિનેતા આશિષ વિદ્યાર્થીએ કહ્યું કે તેનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ રાહત અનુભવી રહ્યો છું. આશિષ વિદ્યાર્થીનો 11 માર્ચે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જણાવીએ કે, આશિષે 30 સેકન્ડનો વીડિયો ટ્વીટ પર શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું કે, 11 માર્ચે સંક્રમણની પુષ્ટિ થઇ હતી, હવે હું સંક્રમણથી મુક્ત છું. આ દસમો દિવસ છે. હું રાહત અનુભવી રહ્યો છું. તમારા પ્રેમ અને પ્રાર્થના માટે આભાર. મારું સુગર લેવલ થોડું નીચે આવી રહ્યું છે પરંતુ તે થોડા જ દિવસોમાં સ્થિર થઈ જશે. “
Hey… I have tested Covid NEGATIVE..
Thank you for you love and prayers… Thank you @MaxHealthcare Team @DrVivekNangia #covidwarriors #COVID19India..
Let's all stay on purpose and stay AMAZING.. Come what may… Let's spread hope and Cheer…
Let this be the season of Hope! pic.twitter.com/KNfJdn3wQb
— Ashish Vidyarthi (@AshishVid) March 20, 2021
આપને જણાવી દેઈ કે, કોરોનાએ ફરી એક વાર માથુ ઉચકતા થાળે પડેલી જિંદગી ફરી પાટા પરથી ઉતરે તેવી ભીતી લાગી રહી છે. જે રીતે કોરોનાની સંખ્યા વધી રહી છે મોટા ભાગના રાજ્યોના મુખ્ય શહેરમાં લોકડાઉન અને રાત્રી લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે.એક બાજુ સમગ્ર દુનિયામાં વેક્સીન અપાવવાનું ચાલી રહ્યુ છે. બોલિવુડમાં એક પછી એક કલાકારો કોરોનાથી સંક્રમિત થયા છે. ફિલ્મોનું શુટિંગ અધવચ્ચે અટકી પડ્યુ છે.
A change in guard each 15days. They go into quarantine..This set end their tour of duty, today.. I will most probably be out before they return to carry on their service.. A thank you moment with them. #covidwarriors
Day 4… I am doing great.
Alshukran Bandhu Alshukran Zindagi! pic.twitter.com/9MCTCAVTD8— Ashish Vidyarthi (@AshishVid) March 15, 2021
આશિષ વિદ્યાર્થીની ફિલ્મ કારકીર્દિની વાત કરીએ તો તેણે ‘જીદી’, ‘હસીના માન જાયેગી’, ‘સૈનિક’, ‘અર્જુન પંડિત’ જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. મોટા ભાગની ફિલ્મોમાં અભિનેતાએ નકારાત્મક પાત્રો ભજવ્યાં છે પરંતુ કેટલીક ફિલ્મોમાં અભિનેતાએ સકારાત્મક ભૂમીકા પણ ભજવી છે.
