ચેતન પરમાર, મંતવ્ય ન્યુઝ-કેશોદ
રોટરી કલબ ઓફ કેશોદ દ્વારા મારૂ શહેર, સ્વચ્છ શહેર, કોરોના રસી બધાએ લેવી અને તંદુરસ્ત શહેરના સંદેશ સાથે સાયકલ રેલી આયોજન કરવામાં આવ્યુ હતું.

કેશોદમાં ત્રીજી રોટરી સાયકલોથોન સ્પર્ધા યોજાઈ હતી જેમાં 15 વર્ષથી ઉપરના યુવાન ભાઇઓ બહેનો અને મોટી ઉંમરના વડીલોએ પણ ભાગ લીધો હતો તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં રોટરી કલબ ટીમ દ્વારા સવારના 7:30 વાગ્યે તમામ 150 જેટલા સ્પર્ધકોને નિયમો મુજબ લીલી ઝંડી આપવામાં આવી હતી તમામ લોકોએ માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન જાળવી સ્વરચ્છતાના શપથ લઇ આઝાદ કલબ, વેરાવલ હાઇવે, ડીપી રોડ, ઉમીયા નગર, લક્ષ્મી નગર, અમ્રુત નગર, આંબાવાડી, માંગરોલ રોડ, શરદ ચોક ,ચાર ચોક,જૂનાગઢ રોડ, એરોડ્રામ રોડ, ફુવારા ચોક,ચાર ચોક – સહિત કેશોદ વિસ્તારોના રાજમાર્ગ પર ફરી પરત આઝાદ કલબ ખાતે પૂર્ણ કરી જયાં સ્વચ્છતા અને તંદુરસ્તી વિશે ચર્ચા બાદ તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં લગભગ 10 કિલોમીટરનો રૂટ પુર્ણ કરી પરત ફર્યા હતા જયાં સાયકલનો તંદુરસ્તીમાં અને પર્યાવરણ જાળવણીમાં ફાળો વિષયે ચિંતન બાદ શહેરના સાયકલ ચાહકોની નિયમિત સાયકલના કાર્યક્રમો સંપર્ક કાયમી જળવાય તેવી શુભકામના સાથે સમાપન થઈ હતી આ કાર્યક્રમમાં રોટરી કલબના હોદેદારો આમંત્રિત મહેમાનો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
