Bollywood/ લગ્ન બાદ ફ્લાઈટમાં ગૌહર ખાન સાથે થયો એવો સયોંગ કે, પછી

લગ્ન બાદ ગોહર ખાન સાથે થયેલો સયોંગ ખુબ ચર્ચામાં છે અને તેનું કારણ પણ મોટું છે. આ કિસ્સાની વાત કરીએ તો, ગૌહર જે ફ્લાઈટમાં ટ્રાવેલ કરી રહી હતી, તે ફ્લાઈટમાં એનો એક્સ-બૉયફ્રેન્ડ કુશલ ટંડન પણ હાજર હતો.

Entertainment
a 430 લગ્ન બાદ ફ્લાઈટમાં ગૌહર ખાન સાથે થયો એવો સયોંગ કે, પછી

બિગ-બોસ ફેમ ગૌહર ખાને તાજેતરમાં જ ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા છે. આ બન્નેનાના 25 ડિસેમ્બેર નિકાહ થયા છે અને આ લગ્ન બાદ તેઓ હનીમુન પર પણ ગયા નથી, તો બીજી તરફ પોતાના લગ્નના ત્રણ દિવસ બાદ જ ગૌહર ખાન પોતાના કામ પર પાછી ફરી છે. આ સમયમાં જ એક ફ્લાઈટમાં ગૌહર ખાન સાથે એક સંયોગ થયો છે, જેના વિષે તેને વિચાર પણ કર્યો ન હતો.

લગ્ન બાદ ગોહર ખાન સાથે થયેલો સયોંગ ખુબ ચર્ચામાં છે અને તેનું કારણ પણ મોટું છે. આ કિસ્સાની વાત કરીએ તો, ગૌહર જે ફ્લાઈટમાં ટ્રાવેલ કરી રહી હતી, તે ફ્લાઈટમાં એનો એક્સ-બૉયફ્રેન્ડ કુશલ ટંડન પણ હાજર હતો. એટલું જ નહીં બન્ને આસપાસની સીટ પર બેઠા હતા. ગૌહરને મળ્યા બાદ કુશલે તેને લગ્નની શુભેચ્છા આપી અને એક સુંદર સંયોગ ગણાવ્યો હતો.

Instagram will load in the frontend.

ફ્લાઈટમાં થયેલી આ મુલાકાત બાદ કુશલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની સ્ટોરી પર કેટલાક વીડિયોઝ શૅર કર્યા છે જેમાં તેમણે કહ્યું, મિત્રો, શું ચાન્સ મળ્યો છે. હું એક જગ્યાએ જઈ રહ્યો છું અને અહીંયા મને ફ્લાઈટમાં મારી એક જૂની મિત્ર મળી ગઈ છે, જે મારી પાસે બેઠી છે, જેના હાલમાં લગ્ન થયા છે.

કુશલે પોતાની પોસ્ટમાં લખ્યું કે, હું મારા ઘરે જઈ રહ્યો છું અને તે તેના શૂટિંગ પર જઈ રહી છે. કદાચ મારે એને અહીંયા જ મળીને લગ્નની શુભેચ્છાઓ આપવી હતી. બાદ કુશલ, ગૌહર ખાન તરફ ફોનનો કૅમેરો ફેરવે છે અને બન્ને કૅમેરોમાં જોઈને હાય કરે છે. કુશલે આ વીડિયોમાં શૅર કરતા ગૌહર ખાનને પણ ટેગ કર્યું છે અને લગ્ન માટે અભિનંદન આપ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…