Bollywood/ કંગના રનૌતે ટ્વિટરને ચીનની કઠપૂતળી ગણાવતા આપી આવી ધમકી

કંગના રનૌતે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘ચીનની કઠપૂતળી બની ચૂકેલ ટ્વિટર મારું એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની ધમકી આપી રહ્યું છે. જ્યારે કે મેં કોઈપણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી.

Trending Entertainment
a 37 કંગના રનૌતે ટ્વિટરને ચીનની કઠપૂતળી ગણાવતા આપી આવી ધમકી

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ઘણીવાર ટ્વિટર પર નિંદાત્મક શૈલી સાથે જોવા મળે છે. ખેડૂત આંદોલન વિરુધ પણ કંગનાનું ટ્વિટર તદ્દન સ્પષ્ટ રૂપે સામે આવ્યું છે. કંગના રનૌતે તેના ટ્વીટ્સ દ્વારા સોશિયલ મીડિયા પર કોઈની સાથે મુકાબલો કરવા લાગે છે પછી ભલે તે અમેરિકન પોપ સ્ટાર રિહાના હોય અથવા ભારતીય અભિનેત્રી તાપ્સી પન્નુ. તે કંગનાની આડેધડ સ્ટાઇલને કારણે જ ટ્વિટર ઇન્ડિયાએ તેના બે ટ્વીટ ડિલીટ કર્યા હતા, ત્યારબાદ કંગનાએ હવે ટ્વિટ કરીને ટ્વિટરને ધમકી આપી છે.

કંગના રનૌતે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘ચીનની કઠપૂતળી બની ચૂકેલ ટ્વિટર મારું એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની ધમકી આપી રહ્યું છે. જ્યારે કે મેં કોઈપણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. યાદ રાખો જો જે દિવસે હું જૈશ તમને સાથે લઈ જઈશ. ચીની એપ્લિકેશન ટિક ટોકની જેમ તમને પણ પ્રતિબંધિત કરવામાં આવશે. કંગનાએ આ ટ્વિટમાં જેક ડોર્સીને પણ ટેગ કર્યા છે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ ટ્વિટરે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સોશિયલ મીડિયાથી કંગનાની ટ્વિટને હટાવી દીધી છે. ભારતીય ક્રિકેટર રોહિત શર્મા વિરુદ્ધ કરેલા એક ટ્વીટનો જવાબ આપતા કંગનાએ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ પછી, ટ્વિટર દ્વારા કંગનાનાં ઘણાં ટ્વિટ્સ ડિલીટ થયાં.

જણાવી દઇએ કે ભારતમાં ગયા વર્ષે લદ્દાખમાં ચીનમાં ચીન સાથે ચાલી રહેલા અડચણ વચ્ચે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેમાં પ્રખ્યાત એપ્લિકેશન ટિક ટોક પણ શામેલ છે. કંગનાએ પોતાની ટ્વિટમાં આ ટિક ટોકનો ઉલ્લેખ કર્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો