Adani/ અદાણીનું 5Gનું સ્વપ્ન પૂરુ થશેઃ યુનિફાઇડ સર્વિસ માટે લાઇસન્સ મળ્યું

વિશ્વના ટોચના ધનિકમાં સ્થાન પામતા અદાણીને 5જી સર્વિસ લોન્ચ કરવાનું યુનિફાઇડ લાઇસન્સ મળ્યું છે. આનો સીધો અર્થ એમ થાય કે અદાણી પણ ભવિષ્યમાં જિયોની જેમ 5G સર્વિસ લોન્ચ કરી શકે છે.

Top Stories India
  • અદાણીએ 5જીમાં ભાગ લઈ બધાને ચોંકાવ્યા હતા
  • ભવિષ્યમાં રિલાયન્સ-અદાણી વચ્ચેની ટક્કરની સંભાવના
  • અદાણીનો તાજેતરમાં તો એન્ટરપ્રાઇઝ સેક્ટરમાં જ ઝંપલાવવાનો પ્લાન

વિશ્વના ટોચના ધનિકમાં સ્થાન પામતા અદાણીને 5જી સર્વિસ લોન્ચ કરવાનું યુનિફાઇડ લાઇસન્સ મળ્યું છે. આનો સીધો અર્થ એમ થાય કે અદાણી પણ ભવિષ્યમાં જિયોની જેમ 5G સર્વિસ લોન્ચ કરી શકે છે. આ લાઇસન્સ મળવાના પગલે અદાણી ડેટાનેટવર્ક્સ દેશમાં તેની ટેલિકોમ સેવાઓ સંપૂર્ણપણે શરૂ કરી શકશે.

અદાણી જૂથે તાજેતરમાં યોજાયેલી 5જી સ્પેકટ્રમની હરાજીમાં ભાગ લઈ બધાને ચોંકાવી દીધા હતા. હવે ટેલિકોમ સેક્ટરમાં યુનિફાઇડ લાઇસન્સ મળ્યા પછી અદાણીની ટેલિકોમ કંપની પણ તેની 5G સેવાઓ શરૂ કરી શકે છે.

ટેલિકોમ ક્ષેત્રે ભારત નવી ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું છે. ગત સપ્તાહે જ દેશમાં 5જી ટેલિકોમ સર્વિસની શરૂઆત થઈ છે અને આ ક્ષેત્રે અંબાણી વિ. મિત્તલની એટલેકે જિયો વિ. એરટેલની સીધી લડાઈ જોવા મળવાની અપેક્ષા છે. દેશના 2જી ટેલિકોમ ક્ષેત્રે એકહથ્થુ શાસન ધરાવતી વોડાફોન આઈડિયાના આ નવી અપગ્રેડેડ સર્વિસિસમાં પૈસાની તંગીને પગલે સુસ્ત છે. જોકે 5જી સ્પેકટ્રમ માટે અદાણીએ પણ અરજી કરી હતી,હવે અદાણી સમૂહની કંપનીને સંપૂર્ણ લાયસન્સ મળ્યું છે.

અબજપતિ અદાણીએ તો 5Gમાં રિલાયન્સ સાથે કોઈપણ પ્રકારની સ્પર્ધામાં ઉતરતા હોવાની વાતનો ઇન્કાર કર્યો છે અને આગામી સમયમાં તે ફક્ત એન્ટરપ્રાઇઝ સર્વિસ પર જ કેન્દ્રિત કરવા માંગે છે તેમ તેણે જણાવ્યું હતું. આમ છતાં નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં નહી પણ ભવિષ્યમાં પણ રિલાયન્સ અને અદાણીના સામનાની સંભાવના નકારી શકાતી નથી.

હાલમાં વોડાફોન આઇડિયા મુશ્કેલીમાં ચાલી રહી છે. તેથી જો આ કંપની નિષ્ફળ જાય તો તે આઇબીસીમાં જ જાય અને અદાણી તેને ત્યાંથી કબ્જે કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો વોડાફોન આઇડિયાની નાણાકીય તકલીફ અદાણી માટે મોટી તક નીવડી શકે છે. કદાચ પ્રારંભમાં તે તેમા રોકાણકાર તરીકે પણ પ્રવેશી શકે છે એમ કેટલાક વર્તુળોનું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે રિલાયન્સે 2016માં 4જીમાં પ્રવેશ કર્યો ત્યારે પહેલા આ પ્રકારે જ તૈયારીઓ આરંભી હતી. રિલાયન્સે 2010માં ફોરજી નેટવર્કની દિશામાં પગરણ માંડતા કંપની હસ્તગત કરી હતી. તે સમયે કોઈને કલ્પના પણ ન હતી કે રિલાયન્સ શું કરવાનું છે. હવે અદાણી પણ આમ જ કરી રહ્યા હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.