Budget session/ અધીરે લદ્દાખ અને માલદીવનો ઉઠાવ્યો મુદ્દો તો ગુસ્સે થયા રક્ષામંત્રી કહ્યું- જો તમે ભારતને જુઓ તો…

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કેન્દ્ર સરકાર પર ભગવાન રામને ચૂંટણીનું સાધન બનાવવાનો આરોપ લગાવ્યો.

Top Stories India
YouTube Thumbnail 41 અધીરે લદ્દાખ અને માલદીવનો ઉઠાવ્યો મુદ્દો તો ગુસ્સે થયા રક્ષામંત્રી કહ્યું- જો તમે ભારતને જુઓ તો...

સોમવારે લોકસભામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ખૂબ જ ગરમ વાતાવરણ જોવા મળ્યું હતું. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કેન્દ્ર સરકાર પર ભગવાન રામને ચૂંટણીનું સાધન બનાવવાનો આરોપ લગાવ્યો. આ પછી પણ અધીર અહીં ન અટક્યા અને લદ્દાખ અને માલદીવ જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. જો કે અધીરે આ વાત કરતા જ દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગૃહમાં મોટી વાત કહી.

અધીર રંજને શું કહ્યું?

સંસદના બજેટ સત્રમાં લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ લદ્દાખ અને માલદીવનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં સુરક્ષાની ચિંતાઓ પર એક પણ શબ્દ નથી બોલાયો. અધીર રંજને કહ્યું કે લદ્દાખની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે, માલદીવમાં શું થઈ રહ્યું છે? આ પછી રક્ષામંત્રી રાજનાથ સિંહે આ સવાલનો જવાબ આપ્યો છે.

ભારત પર આંખ ઉઠાવીને જોવો તો…

અધીર રંજન ચૌધરીને જવાબ આપતા રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ચીન અને એલએસી અંગે તેમણે જે પણ કહ્યું તેની સાથે હું અસહમતિ વ્યક્ત કરું છું. હું તેની નિંદા કરું છું. રક્ષામંત્રીએ કહ્યું કે જો કોઈ ભારતની આંખમાં જોવાની હિંમત કરે છે તો ભારત પાસે જવાબ આપવાની દરેક ક્ષમતા અને તાકાત છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે હું ગૃહને ખાતરી આપવા માગુ છું કે ભારત હવે નબળું નથી. ભારત મજબૂત બન્યું છે. દેશની સંસદના મંચ પર બિનજરૂરી બદનક્ષી ન થવી જોઈએ.સદનમાં અધીર રંજનનો વિરોધ કરતા કિરેન રિજિજુએ કહ્યું- ચીન અને કોંગ્રેસની ભાષા એક થઈ ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..

આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…

આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી