T20 World Cup/ પાકિસ્તાની પત્રકારે કર્યો એવો સવાલ અફઘાન કેપ્ટન પ્રેસ કોન્ફરન્સમાંથી ઉઠીને ચાલ્યા ગયા

પાકિસ્તાન-અફઘાનિસ્તાનની મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં પહોંચેલા અફઘાનિસ્તાનનાં કેપ્ટન મોહમ્મદ નબીને પાકિસ્તાની પત્રકારે તાલિબાન સાથે સંબંધિત સવાલ કર્યો હતો. જો કે નબીએ પત્રકારને રાજકીય પ્રશ્નો ન પૂછવાનુ કહ્યુ હતુ.

Sports
મોહમ્મદ નબી અને પાકિસ્તાની પત્રકાર

T20 વર્લ્ડકપની 24મી મેચ શુક્રવારે દુબઈમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. અફઘાનિસ્તાન આ મેચ 5 વિકેટે હારી ગયું હતું. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં પહોંચેલા અફઘાનિસ્તાનનાં કેપ્ટન મોહમ્મદ નબીને પાકિસ્તાની પત્રકારે તાલિબાન સાથે સંબંધિત સવાલ કર્યો હતો. જો કે નબીએ પત્રકારને રાજકીય પ્રશ્નો ન પૂછવાનુ કહ્યુ, પરંતુ પત્રકારે તેની વાતને અવગણી અને ફરી ફરીને તે જ સવાલ પૂછ્યો. આ સવાલ પછી તુરંત જ મોહમ્મદ નબી પ્રેસ કોન્ફરન્સમાંથી ઉભા થઈ ગયા અને ચાલ્યા ગયા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો – T20 World Cup / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ પહેલા શાર્દુલ ઠાકુર અને ઈશાન કિશનનો Couple ડાન્સ કરતો Video Viral

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની પત્રકાર નબીને પૂછે છે કે શું અફઘાનિસ્તાનમાં નવા યુગની શરૂઆત પછી પાકિસ્તાન સાથે તેના સંબંધો સુધરી ગયા છે? આ સંબંધો મજબૂત થવાથી અફઘાનિસ્તાન ટીમને શું તાકાત મળશે. આના પર નબી કહે છે કે પરિસ્થિતિ સિવાય ક્રિકેટની વાત કરીએ તો સારું રહેશે. અમે અહીં વર્લ્ડકપ માટે આવ્યા છીએ. અમે વર્લ્ડકપ માટે સંપૂર્ણ તૈયારી કરીને આવ્યા છીએ. અને પૂરા આત્મવિશ્વાસ સાથે આવ્યા છીએ. આ પછી પાકિસ્તાની પત્રકારે ફરી એ જ સવાલ ટ્વિસ્ટ કરીને પૂછ્યો. તેના પર નબી કહે છે કે આ ક્રિકેટ સાથે જોડાયેલો સવાલ નથી અને તે પ્રેસ કોન્ફરન્સમાંથી ઉઠીને ચાલ્યો જાય છે. પાકિસ્તાની પત્રકારે ભારત-પાકિસ્તાન મેચમાં આવું જ કંઈક કર્યું હતુ જ્યારે તેણે વિરાટ કોહલીને રોહિતની હકાલપટ્ટી અંગે સવાલ કર્યો, જેના પર તે ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. T20 વર્લ્ડકપની 24મી મેચ શુક્રવારે દુબઈમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. પાકિસ્તાને આ મેચ જીતીને ટૂર્નામેન્ટમાં જીતની હેટ્રિક લગાવી હતી. તેણે અફઘાનિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતુ. બાબર આઝમની ટીમને છેલ્લી બે ઓવરમાં 24 રન બનાવવાનાં હતા. આસિફ અલીએ 19મી ઓવરમાં કરીમ જનાતની બોલ પર ચાર સિક્સર ફટકારીને મેચ પાકિસ્તાનનાં ખોળામાં મૂકી દીધી હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટે 147 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમે 19 ઓવરમાં 5 વિકેટે 148 રન બનાવ્યા હતા. આ મેચમાં રાશિદે 4 ઓવરમાં 26 રન આપીને બે વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – T20 World Cup / દક્ષિણ આફ્રિકાનાં આ બોલરે T20I ઈતિહાસમાં જે કોઇ નથી કરી શક્યું તે કરી બતાવ્યું

પાકિસ્તાનને જીતવા માટે છેલ્લી બે ઓવરમાં 24 રનની જરૂર હતી. ટીમનાં ફિનિશર આસિફ અલીએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને પાકિસ્તાનને જીત અપાવવામાં સફળ રહ્યો હતો. કરીમ જનાતની 19મી ઓવરમાં આસિફે 4 છક્કા ફટકાર્યા અને કુલ 24 રન બનાવ્યા. તેણે એકલા હાથે મેચ સમાપ્ત કરી હતી. આસિફે 7 બોલમાં 25 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ જ મેચવિનિંગ ઇનિંગ્સ માટે તેને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.