Not Set/ અફઘાનિસ્તાને પાકિસ્તાનથી તેના રાજદૂતને પરત બોલાવ્યા

રાજદૂત અને દૂતાવાસી કર્મચારીઓને પાછા બોલાવવાનો નિર્ણય અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ લીધો છે

World
rajdut અફઘાનિસ્તાને પાકિસ્તાનથી તેના રાજદૂતને પરત બોલાવ્યા

પાકિસ્તાનમાં અન્ય દેશોના રાજદૂતો પણ સુરક્ષિત નથી. ગઈકાલે એટલે કે શનિવારે અફઘાનિસ્તાનના રાજદૂતની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ અફઘાનિસ્તાને તેના રાજદૂતને દેશમાં પાછા બોલાવ્યા છે. આ સાથે દૂતાવાસના તમામ અધિકારીઓને પણ કાબુલ પરત આવવાનું કહેવામાં આવ્યું છે.

રાજદૂત અને દૂતાવાસી કર્મચારીઓને પાછા બોલાવવાનો નિર્ણય અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ લીધો છે. રાષ્ટ્રપતિના સલાહકાર વહીદ ઓમર કહે છે કે રાજદૂતની પુત્રીના અપહરણ કરનારાઓને ન્યાય અપાવવો જોઇએ અને પાકિસ્તાનમાં અફઘાન રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ

ઉલ્લેખનીય છે પાકિસ્તાનની છબી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધુ બગડી રહી છે બે દિવસ પહેલા જ એક બસમાં બલાસ્ટ થતાં ચીનના અનેક નાગરિકો માર્યા ગયા હતા અને જેના લીધે ચાઇનાએ તેના પર કડક કાર્યવાહી કરવા માટે પણ પાકિસ્તાન સરકારને સૂચના આપી હતી અને જરૂર પડશે તો ચીનની તપાસ એજન્શી આ ઘટનાની તપાસ કરશે અને ચીની સેના  આંતકવાદીઓનો સામનો કરવા તૈયાર છે . પાકિસ્તાન આંતકવાદીઓનો ગઢ માનવામાં આવે છે હજીપણ પાકિસ્તાનની ઇમેજ આંતકવાદના લીધે ખરાબ છે. અને વધુ ખરાબ થઇ રહી છે.