Not Set/ નોટબંધીના 50 દિવસ પૂરા, કેબિનેટની બેઠકમાં સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે 500 અને 1000 ની નોટો રદ્દ કર્યાને આજે 50 દિવસ પૂરા થઇ ગયા છે. તેમ છતા લોકોની મુશ્કેલી દૂર નથી થઇ. હજી બેંકો અને એટીએમ બહાર લાંબી લાઇનો જોઇ શકાય છે. નોટો રદ્દ કરતી વખતે પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ 50 દિવસ માંગ્યા હતા. પરંતુ તેમ છતા પરિસ્થિતિમાં […]

India

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે 500 અને 1000 ની નોટો રદ્દ કર્યાને આજે 50 દિવસ પૂરા થઇ ગયા છે. તેમ છતા લોકોની મુશ્કેલી દૂર નથી થઇ. હજી બેંકો અને એટીએમ બહાર લાંબી લાઇનો જોઇ શકાય છે. નોટો રદ્દ કરતી વખતે પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ 50 દિવસ માંગ્યા હતા. પરંતુ તેમ છતા પરિસ્થિતિમાં જોઇએ તેવું પરિવર્તન આવ્યું નથી. બીજી તરફ વિરોધ પક્ષો પણ 50 દિવસ બાદ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવાની તૈયારી પણ કરી લીધી છે.

આ પહેલા વિરોધ પક્ષોએ નોટબંધી મામલે સંસદમાં પીએણ મોદીને ચર્ચામાં ભાગે લેવાનું કહીને સંસદને ચાલવા નહોતી દીધી. વિરોધ પક્ષે સંસદથી સડક સુધી નોટબંધીનો વિરોધ કર્યો છે. બીજે તરફ બેન્કોમાં હજી પણ નાણાનો અભાવ જોવા મળી રહ્યો છ. આમ લોલો રાહ જોઇને બેઠા છે કે, બેન્કોમાંથી નાણાં ઉપાડવાની મર્યાદા ક્યારે દૂર થશે.

આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળવાની છે. ત્યારે સરકાર કેબિનેટની બેઠકમાં આમ લોકોને રાહત થાય તેવો મહત્વનો નિર્ણય લઇ શકે છે. ગઇ કાલે વિરોધ પક્ષોએ પીએમ મોદીના રાજીનામાની પણ માંગ કરી હતી.

ભ્રષ્ટાચાર, કાળુનાણું, નકલી નોટ અને આતંકવાદ જેવા મુદ્દે કેન્દ્ર સરકારે મોટી જૂની નોટોને રદ્દ કરી હતી. પરંતુ અત્યારે નોટબંધી કેશલેશ અભિયાનમાં ફેરવાઇ ગયું છે.