Not Set/ તમે કેટલા ટ્વિટર એકાઉન્ટ બંધ કરશો? દરેક કાર્યકર રાહુલ ગાંધીનો અવાજ બનશે

ગુજરાતમાં પણ ઘણા બધા કોંગ્રેસના નેતાઓએ પોતાના ટ્વીટર પર પ્રોફાઈલમાં રાહુલ ગાંધીની તસ્વીર લગાવી છે. અને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા હાર્દિક પટેલ સહીત અનેક નેતાઓએ પોતાની પ્રોફાઈલમાં રાહુલ ગાંધીનો ફોટો મુક્યો છે.

Top Stories India
CAMERA 3 4 તમે કેટલા ટ્વિટર એકાઉન્ટ બંધ કરશો? દરેક કાર્યકર રાહુલ ગાંધીનો અવાજ બનશે

Twitter અને કોંગ્રેસ વચ્ચે વિવાદ વધ્યો છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલને લોક કર્યાના વિરોધમાં આજે યુથ કોંગ્રેસ ના વિવિધ નેતાઓ દ્વારા પોતાના  ટ્વીટર હેન્ડલ પર પ્રોફાઈલ ફોટો માં રાહુલ ગાંધીના ફોટો મુકવામાં આવ્યા છે. યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ ટ્વિટર પર નામ બદલીને રાહુલ ગાંધી કરી દીધું. પ્રોફાઇલ ફોટો માં રાહુલ ગાંધીની તસવીર પણ મૂકી છે. જયારે આ સાથે જ પ્રિયંકા ગાંધીએ પ્રોફાઈલ ફોટો પણ બદલ્યો અને રાહુલ ગાંધીની તસવીર પણ મૂકી. અન્ય ઘણા નેતાઓએ પણ રાહુલ ગાંધીની તસવીર મૂકી છે અને ટ્વિટરની કાર્યવાહીના વિરોધમાં નામ બદલ્યું છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ટ્વિટર મોદી સરકારની નીતિનો ઉપયોગ કરી રહ્યું છે કે તેની નીતિ કોંગ્રેસના નેતાઓના એકાઉન્ટ લોક કરવા માટે જ છે. ? SC કમિશન દ્વારા પણ આ જ ફોટો રાહુલ ગાંધી પહેલા શેર કરવામાં આવ્યો હતો. તો તેનું એકાઉન્ટ કેમ લોક નથી કરવામાં આવ્યું.

તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસના નેતાઓના એકાઉન્ટ લોક કરીને ને, ટ્વિટર દેશમાં લોકશાહીને કચડી નાખવામાં ભાજપને સમર્થન આપી રહ્યું છે.

 

શ્રીનિવાસે ટ્વીટ કરીને કહ્યું કે, તમે કેટલા ટ્વિટર એકાઉન્ટ બંધ કરશો? દરેક કાર્યકર રાહુલ ગાંધીનો અવાજ બનશે અને તમને તીક્ષ્ણ પ્રશ્નો પૂછશે. ચાલો સાથે મળીને આ જન આંદોલનનો ભાગ બનીએ.

 

તેમણે કહ્યું, “અમેરિકામાં ટ્વિટરે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કર્યું ‘નફરતના ફેલાવાને રોકવા માટે’, ભારતમાં ટ્વિટરે રાહુલ ગાંધી અને અન્ય ખાતાઓ પર પ્રતિબંધ મૂક્યો, સરકારના દબાણ હેઠળ વિપક્ષનો સૌથી મોટો અવાજ દ્દાબવવાનો પ્રયાસ કરો છે. કારણ તેઓ નફરત અને અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા હતા.

ટ્વિટરનું શું કહેવું છે?

ટ્વિટરે કહ્યું કે, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓના ખાતા બંધ કરવામાં આવ્યા હતા કારણ કે તેમણે એક તસવીર પોસ્ટ કરી હતી જે તેના નિયમોનું ઉલ્લંઘન કરે છે અને લોકોની ગોપનીયતાની સુરક્ષા અને સુરક્ષા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.

ગયા સપ્તાહે રાષ્ટ્રીય રાજધાનીમાં નવ વર્ષની દલિત છોકરીની કથિત બળાત્કાર અને હત્યા બાદ તેના પરિવારની તસવીરો પોસ્ટ કરવા બદલ ટ્વિટરે રાહુલ અને કોંગ્રેસના અનેક નેતાઓના ટ્વિટર હેન્ડલ્સને સસ્પેન્ડ કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ટ્વિટરે રાહુલ ગાંધીની પોસ્ટ પણ હટાવી દીધી હતી જેમાં તેમણે પીડિત પરિવારના માતા -પિતા સાથેની વાતચીતની તસવીર શેર કરી હતી.

ગુજરાતના નેતાઓ પણ બદલ્યા પ્રોફાઈલ ફોટો 

ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે ગુજરાતમાં પણ ઘણા બધા કોંગ્રેસના નેતાઓએ પોતાના ટ્વીટર પર પ્રોફાઈલમાં રાહુલ ગાંધીની તસ્વીર લગાવી છે. અને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ પોતાની પ્રોફાઈલમાં રાહુલ ગાંધીનો ફોટો મુક્યો છે. અને લખ્યું છે હું પણ રાહુલ ગાંધી ..

આ સિવાય અનેક ઘણા નેતાઓ પણ પોતાના પ્રોફાઈલમાં રાહુલ ગાંધીનો ફોટો મુક્યો છે અને લખ્યું છે કે મેં ભી રાહુલ જેમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પણ પોતાના ટ્વીટર પર રાહુલ ગાંધીનો ફોટો લગાવ્યો છે.

CAMERA 3 3 તમે કેટલા ટ્વિટર એકાઉન્ટ બંધ કરશો? દરેક કાર્યકર રાહુલ ગાંધીનો અવાજ બનશે

પોરબંદર / અભિનેત્રી જુહી ચાવલાના પતિની સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત, 6 મજુરો ફસાયા

કરદાતાનો ‘કર’ સ્વાહા ! / સંસદમાં માત્ર જોવા મળ્યો સંગ્રામ, કરદાતાના પરસેવાની કમાણી લડાઇમાં સમાણી