Not Set/ પ્રેમલગન કરેલ 8 મહિના પછી દંપતી પર પરિવારજનોએ હુમલો કરી યુવતીનું અપહરણ કર્યું

દાંતીવાડા કોલોનીમાં પ્રેમલગ્ન કરી રહેવા આવેલા પતિ-પત્નિ પર યુવતિના પરીજનોએ હુમલો કરી યુવતિનું અપહરણ કરીને લઇ ગયાનું સામે આવ્યુ છે. વિગતો મુજબ ચાણસ્મા તાલુકાના એક ગામનો વ્યક્તિ ગત દિવસોએ ગામની જ યુવતિને ભગાડી ગયા બાદ કોર્ટ મેરેજ કર્યા હતા. જે બાદમાં બંને દાંતીવાડા કોલોની ખાતે રહેવા ગયા બાદ સોમવારે રાત્રે યુવતિના પરીજનો ઇકોમાં પ્રાણઘાતક હથિયારો […]

Gujarat
n286045912f3fa41c2ed6c9d467c79d5a79995eb9a155347acd623ce8d810bccf5864ac7fd પ્રેમલગન કરેલ 8 મહિના પછી દંપતી પર પરિવારજનોએ હુમલો કરી યુવતીનું અપહરણ કર્યું

દાંતીવાડા કોલોનીમાં પ્રેમલગ્ન કરી રહેવા આવેલા પતિ-પત્નિ પર યુવતિના પરીજનોએ હુમલો કરી યુવતિનું અપહરણ કરીને લઇ ગયાનું સામે આવ્યુ છે. વિગતો મુજબ ચાણસ્મા તાલુકાના એક ગામનો વ્યક્તિ ગત દિવસોએ ગામની જ યુવતિને ભગાડી ગયા બાદ કોર્ટ મેરેજ કર્યા હતા. જે બાદમાં બંને દાંતીવાડા કોલોની ખાતે રહેવા ગયા બાદ સોમવારે રાત્રે યુવતિના પરીજનો ઇકોમાં પ્રાણઘાતક હથિયારો સાથે આવી પહોંચ્યાં હતા. જ્યાં ઇસમોએ ભેગા મળી યુવક અને તેના ભાઇને માર મારી યુવતિનું અપહરણ કરીને લઇ ગયા હતા. સમગ્ર મામલે યુવકે 8 લોકો સામે ગુનો નોંધાવ્યો છે.

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ગામના વતની અને હાલ દાંતીવાડા કોલોની ખાતે રહેતાં વિશાલ રાવળ અને તેના ભાઇ રવિ ઉપર હુમલાની ઘટના સામે આવી છે. વર્ષ 2020માં વિશાલ રાવળે ગામની જ યુવતિ સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ હાલ દાંતીવાડા કોલોની ખાતે રહેતો હતો. જે બાદમાં ગત સોમવારે રાત્રે તેઓ પોતાની પત્નિ, ભાઇ અને ભાભી સાથે ધાબા પર હતા ત્યારે પત્નિના પિતા-ભાઇ સહિતના 8 ઇસમો કારમાં આવી પહોંચ્યાં હતા. જ્યાં યુવક અને તેના ભાઇને માર મારી યુવતિનું અપહરણ કરીને લઇ ગયાનું સામે આવ્યુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, યુવકે અગાઉ ગામની યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા બાદ યુવતિના પરીજનો તેનું અપહરણ કરી લઇ જતાં ચકચાર મચી ગઇ છે. સોમવારે રાત્રે ખોડાભાઇ, કાળુભાઇ, સાવન, હરજીભાઇ, નરેશભાઇ સહિતના ઇસમોએ કારમાં આવી મારામારી કરી હતી. આ સાથે યુવતિનું અપહરણ કરીને યુવક અને તેના ભાઇને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે યુવકે તમામ ઇસમો સામે દાંતીવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે તમામ ઇસમો સામે આઇપીસી કલમ 147, 148, 149, 366, 323, 324, 294(b), 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.