Not Set/ આજી રીવરફ્રન્ટ બાદ રાજકોટને વધું એક ભેંટ : ઇશ્વરિયાપાર્કમાં સાયન્સ સિટી પ્રોજેકટને સપ્ટેમ્બરમાં અપાશે આખરી ઓપ

કોરોના કાળમાં કેસની સંખ્યામાં ઘટાડો થયા બાદ રાજકોટની સુવિધામાં વધારો કરવા માટે તંત્રએ કમર કસી છે. ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટની જાહેરાત કરવામાં

Top Stories Gujarat

કોરોના કાળમાં કેસની સંખ્યામાં ઘટાડો થયા બાદ રાજકોટની સુવિધામાં વધારો કરવા માટે તંત્રએ કમર કસી છે. ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટની જાહેરાત કરવામાં આવ્યા બાદ આજે તંત્ર દ્વારા રાજકોટ શહેરની ભાગોળે આવેલ જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક સાયન્સ સેન્ટર બનાવવાની કામગીરીને સપ્ટેમ્બરમાં આખરી ઓપ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સાયન્સ સીટીના આ પ્રોજેકટ માટે આજે જિલ્લા કલેકટરે જે તે વિભાગના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.આ ઉપરાંત પ્રતિ મિનિટના ૫૦૦ લિટર ઓકિસજન ઉત્પાદન કરવાની ક્ષમતાવાળા પ્લાન્ટ એકાદ સપ્તાહમાં ગુજરાત સરકાર તરફથી રાજકોટને મળી જશે. આ બંને પ્લાન્ટના ઇનસ્ટોલેસન બાબતે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

Shree Ishwariya Temple & Park, Rajkot - Timings, Entry Fee, Best time to visit

આ ઉપરાંત ઈશ્વર્યા પાર્કનો હવાલો સંભાળતા પ્રાંત અધિકારી સાથે બેઠક કરી હતી કોરોના હળવો થયો છે પરંતુ આમ છતાં ઈશ્વર્યા પાર્ક હજુ ચાલુ કરવામાં નહીં આવે પરંતુ આ પાર્કમાં બોટિંગ માટે પાણી અને અન્ય જે નાના–મોટા પ્રશ્નો છે તેની ચર્ચા કરવામાં આવી હતી.રાજકોટ શહેરની ભાગોળે જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક આવેલ ઇશ્વરિયા પાર્કમાં આધુનિક સાધનોથી સ સાયન્સ સેન્ટર બનાવવાનો પ્રોજેકટ છેલ્લા ઘણા વર્ષેાથી ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ તરફથી આ માટેની પૂરતી ગ્રથં લાંબા સમયથી મળી ગઇ હોવા છતાં એક યા બીજા કારણોસર પ્રોજેકટ પૂરો થવામાં જોઈએ તેટલી ઝડપ આવતી નહોતી છેલ્લા થોડા સમયથી આ પ્રોજેકટ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને આગામી સપ્ટેમ્બર માસમાં તે પૂરો થઈ જશે.

કલેકટર કચેરીમાં આજે આખો દિવસ જાણે સમીક્ષા બેઠકનું રહ્યો હોય તેમ જામનગર રોડ પર માધાપર નજીક બંધાતા કોર્ટ બિલ્ડિંગના પ્રોજેકટ બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે કલેકટરે બેઠક કરી હતી જનાના હોસ્પિટલના પ્રોજેકટ માટે સિવિલ હોસ્પિટલના ડોકટરો સાથે બેઠક કરી હતી આ ઉપરાંત એઈમ્સ પ્રોજેકટ માટે પ્રાંત અધિકારી અને અન્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી આ તમામ પ્રોજેકટના લેખાંજોખાં લેવાયા બાદ એ ઝડપથી પૂરા કરવા માટે સુચના આપવામાં આવી છે.