Bollywood/ એક્ટ્રેસ બાદ હવે પ્રોડ્યુસર બનશે તાપસી પન્નુ, આઉટસાઇડર્સ ફિલ્મ્સ’ પ્રોડક્શન હાઉસ કર્યું શરુ

ઇન્ડસ્ટ્રીમાં એક દાયકાથી વધુ સમય પૂરા કરનાર અભિનેત્રીએ ‘કન્ટેન્ટ ક્રિએટર’ અને નિર્માતા પ્રાંજલ ખાંધિયાના સહયોગથી ‘આઉટસાઇડર ફિલ્મ્સ’ ની શરૂઆત.

Entertainment
A 254 એક્ટ્રેસ બાદ હવે પ્રોડ્યુસર બનશે તાપસી પન્નુ, આઉટસાઇડર્સ ફિલ્મ્સ’ પ્રોડક્શન હાઉસ કર્યું શરુ

બોલીવુડ અભિનેત્રી  તાપસી પન્નુએ ગુરુવારે એક નિર્માણ કંપની ‘આઉટસાઇડર્સ ફિલ્મ્સ’ શરૂ કરવાની જાહેરાત કરી છે. ‘પિંક’, ‘મુલ્ક’, ‘મનમર્ઝિયાં’ અને ‘થપ્પડ’ જેવી ફિલ્મોમાં પોતાની શ્રેષ્ઠ અભિનયથી દિલ જીતનારા 33 વર્ષીય અભિનેત્રીનું કહેવું છે કે પ્રોડક્શન કંપની શરૂ કરવાનો નિર્ણય ખૂબ જ સ્વાભાવિક હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક દાયકાથી વધુ સમય પૂરા કરી ચૂકેલી આ અભિનેત્રીએ ‘કન્ટેન્ટ ક્રિએટર’ અને નિર્માતા પ્રાંજલ ખાંધિયાના સહયોગથી ‘આઉટસાઇડર ફિલ્મ્સ’ ની શરૂઆત કરી છે.

આ નવા સાહસ સાથે તાપસી પન્નુએ પ્રાંજલ ખાંધિયા- એક કન્ટેન્ટ ક્રિએટર અને પ્રોડ્યુસર સાથે હાથ મિલાવ્યા છે. તે ‘સુપર 30’, ‘સૂરમા’, ‘પિકુ’, ‘મુબારકા’ અને ‘અઝહર’ જેવી ફિલ્મોના પ્રોડક્શનથી સંકળાયેલી રહી છે. તાપસીની ફિલ્મ ‘રશ્મિ રોકેટ’ના પ્રોડક્શનમાં પણ તેણે કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu (@taapsee) 

પ્રોડક્શન હાઉસના લોન્ચથી ઉત્સાહિત તાપસી પન્નુએ કહ્યું હતું કે હું આ નવું સાહસ શરૂ કરવા અને પ્રોડક્શન હાઉસની સાથે સિનેમા પ્રતિ પ્રેમમાં વિવિધતા લાવવા માટે ઉત્સુક છે. આઉટસાઇડર્સ ફિલ્મ્સની સાથે મારું લક્ષ્ય ફિલ્મઉદ્યોગને એ પ્રતિભાઓને સશક્ત બનાવવાનું છે, જે એક સફળતાની શોધમાં છે અને મારી જેમ કોઈ બેકગ્રાઉન્ડ નથી. પ્રાંજલ અને હું –બંને એકસાથે નવા અને તાજા ટેલેન્ટ્સ માટે કેમેરાની આગળ-પાછળ નવાં દ્વાર ખોલવા માટે ઉત્સુક છીએ.

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu (@taapsee) 

તાપસી પન્નુ એક વેડિંગ પ્લાનિંગ કંપની અને 7 એકર પુણે નામની બેડમિન્ટન ટીમની માલિક પણ છે. મેં હંમેશાં મારું પ્રોડક્શન હાઉસ સ્થાપિત કરવા વિશે વિચાર્યું. મારી 11 વર્ષની કેરિયરમાં દર્શકો અને ઇન્ડસ્ટ્રીએ મને બહુ સપોર્ટ અને પ્રેમ આપ્યો. કંપનીના નામકરણ વિશે વાત કરતાં તેણ કહ્યું હતું કે પ્રાંજલ અને મારું કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી, જેથી આઉટસાઇડર્સ નામ અમને ખૂબ પસંદ આવ્યું.અમારું લક્ષ્ય અર્થપૂર્ણ મનોરંજન અને ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ બનાવવાનું છે.

https://twitter.com/taapsee/status/1414236230535966729?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1414236230535966729%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fgujarati.news18.com%2Fnews%2Fentertainment%2Ftaapsee-pannu-announces-her-production-house-outsiders-films-with-pranjal-khandhdiya-kp-1114507.html

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તાપ્સી, લૂપ લપેટા, રશ્મિ રોકેટ, દોબારા, એક સાઉથની ફિલ્મ, શાબાશ મિથુ સાથે સ્ક્રીન પર જોવા મળશે.