Gujarat Weather News: અત્યારે દેશના તમામ મોટા શહેરોમાં પ્રદૂષણ ખૂબ વધ્યું છે. પરંતુ દિવાળીના દિવસોમાં પ્રદૂષણનું (Pollution) સ્તર અનેકગણું વધી ગયું હતું. દિલ્હીમાં સવાર પડતાની સાથે જ સર્વત્ર પ્રદૂષણનો ધુમ્મસ જ જોવા મળે છે. જો કોઈ વ્યક્તિ શ્વાસ સંબંધી રોગોથી પીડિત હોય તો તેણે ઘરની બહાર ન જવું જોઈએ કારણ કે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. દિલ્હી-એનસીઆરમાં હવા ‘ગંભીર’ સ્તરે પહોંચી ગઈ છે. ઘણી જગ્યાએ AQI (Air Quality Index) 350ને પાર કરી ગયો છે.
![]()
ગુજરાતમાં વહેલી સવાર સુધી લોકોએ દિવાળીની ઉજવણી કરી હતી. હવમાનની ખાનગી એજન્સીના ડેટા મુજબ અમદાવાદ શહેરમાં મોડી રાત્રે 306 AQI નોંધાયો હતો, વહેલી સવારે 181 રહ્યો હતો. સુરત શહેરમાં AQI 169 હતો જે દિવાળીની ઉજવણી બાદ AQI 239 થઈ જતા હવા ઝેરી બની છે. રાજકોટ શહેરમાં AQI 96 રહ્યો છે એટલે કે હવા થોડીક ઓછી ઝેરી છે. વડોદરા શહેરમાં ગઈકાલે AQI 124 હતો જે આજે 134 થઈ ગયો છે. ફેફસા, અસ્થમાની બીમારીથી પીડિત લોકો માટે અત્યારે ગુજરાતમાં હવા ઝેરી બની છે. ભાવનગર શહેરમાં AQI 105 રહ્યો છે.
આ વખતે રાજધાની દિલ્હીમાં પણ સરકારે દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, તેમ છતાં દિલ્હી અને NCRમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ગુરુવારે સાંજ પડતાની સાથે જ લોકોએ ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધું હતું. નવી દિલ્હી વિસ્તારમાં પણ લોકોએ ફટાકડા ફોડ્યા. જેના કારણે દિલ્હી-એનસીઆરમાં હવા ‘ગંભીર’ સ્તરે પહોંચી ગઈ છે. આનંદ વિહાર અને સરિતા વિહારમાં AQI સ્તર 300ને વટાવી ગયું છે. લોકો તેમની આંખોમાં બળતરા અનુભવે છે.
)
દિવાળી પર ફટાકડા ફોડવાને કારણે ચેન્નાઈ અને આસપાસના જિલ્લાઓમાં વાયુ પ્રદૂષણનું સ્તર નોંધપાત્ર રીતે વધી ગયું છે. હવાની ગુણવત્તામાં આ ઘટાડાને કારણે શ્વસન સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકો માટે સમસ્યા ઊભી થઈ છે. તમિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચેન્નાઈના ત્રણ વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૂચકાંક (AQI) બગડ્યો છે, જેનું સ્તર મનાલીમાં 254, અરુમ્બક્કમમાં 210 અને પેરુનગુડીમાં 201 સુધી પહોંચી ગયું છે.
તમિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ 201-300 ની વચ્ચેના AQI ને “નબળા” તરીકે વર્ગીકૃત કરે છે, જે શ્વસનની અગવડતાનું કારણ બની શકે છે; 301-400 ની વચ્ચેના સ્તરોને “ખૂબ જ નબળા” તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જ્યારે 401-500 ની વચ્ચેના સ્તરોને ગંભીર ગણવામાં આવે છે. તબીબોએ લોકોને પ્રદુષણ ઘટાડવા માટે તહેવાર દરમિયાન ફટાકડાનો ઉપયોગ મર્યાદિત કરવા વિનંતી કરી છે.
દિવાળીના દિવસે રાજસ્થાનના શહેરોમાં જોરદાર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જયપુરની હવા હાલમાં સૌથી વધુ ઝેરી છે કારણ કે અહીંનો AQI 350ને પાર કરી ગયો છે. જયપુર સિવાય રાજસ્થાનના અન્ય ઘણા જિલ્લાઓમાં હવા ગંભીર શ્રેણીમાં છે. AQI રાજસમંદમાં 337, ભિવડીમાં 291, બિકાનેરમાં 283, ભરતપુરમાં 257, ચુરુમાં 247, સીકરમાં 237, હનુમાનગઢમાં 235, ધોલપુરમાં 216 નોંધાયો હતો.
કોલકાતામાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) બુધવાર સાંજથી નબળો હતો અને ગુરુવારે રાત્રે પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે ઊંચા સ્તરે પહોંચી ગયું હતું. દિવાળી નિમિત્તે લોકોએ ફટાકડા ફોડ્યા છે. બુધવારે સાંજે, કોલકાતામાં AQI સ્તર 100 ને વટાવી ગયું, જે સંવેદનશીલ જૂથો ખાસ કરીને વૃદ્ધ નાગરિકો માટે અનિચ્છનીય માનવામાં આવે છે. કોલકાતાના વિવિધ ભાગો અને નજીકના હાવડા જિલ્લામાં AQI સ્તરમાં સમાન ઘટાડો જોવા મળ્યો હતો.
પર્યાવરણીય કાર્યકરોના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે શહેરમાં મોટા ભાગના સ્થળોએ AQI સ્તર 100ને વટાવી ગયું હતું જ્યારે ફટાકડા ફોડવાનું ઓછું હતું, ત્યારે ગુરુવારે રાત્રે જ્યારે ફટાકડા ફોડવામાં આવશે ત્યારે શું સ્થિતિ હશે તેની સારી રીતે કલ્પના કરી શકાય છે.

101 અને 160 વચ્ચેના AQI લેવલ ઓરેન્જ કેટેગરીમાં આવે છે. આ તબક્કે, વૃદ્ધ નાગરિકો, બાળકો અને અસ્થમા જેવી શ્વસન સમસ્યાઓ ધરાવતા લોકોને લાંબા સમય સુધી બહારની પ્રવૃત્તિઓ ટાળવાની સલાહ આપવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અવલોકન કર્યા મુજબ, ઑક્ટોબરના બીજા અને ત્રીજા અઠવાડિયાથી કોલકાતામાં હવાની ગુણવત્તા બગડવાનું શરૂ થાય છે. શહેરમાં શિયાળા પહેલા હવામાં પ્રદૂષિત તત્વોનો જમાવડો વધી ગયો હતો.
આ પણ વાંચો:પ્રદૂષણમાં સવારે કે સાંજે કયા સમયે વોક કરવું જોઈએ?
આ પણ વાંચો:પંજાબ અને હરિયાણા સરકારને દિલ્હી વાયુ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની ફટકાર
આ પણ વાંચો:ગુજરાતની સાત નદીઓ પ્રદૂષણમુક્ત થઈ, ભોગાવોનો વારો ક્યારે?
