Bollywood/ દીપિકા-પ્રિયંકા બાદ આલિયા ભટ્ટની હોલિવૂડમાં છલાંગ, વન્ડર વુમનથી કરશે ડિજિટલ ડેબ્યૂ

આલિયા ભટ્ટની આ વેબ સિરીઝનું નામ ‘હાર્ટ ઓફ સ્ટોન’ હશે. આ વેબ સિરીઝમાં હોલિવૂડ અભિનેત્રી ગેલ ગેડોટ જોવા મળશે. ડીસી ફિલ્મ વન્ડર વૂમનમાં ગેલ ગેડોટ લીડ રોલમાં હતી.

Entertainment
આલિયા ભટ્ટની

ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની સફળતા બાદ આલિયા ભટ્ટ ટૂંક સમયમાં હોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આલિયા ભટ્ટ નેટફ્લિક્સ વેબ સિરીઝમાં વન્ડર વુમન ફેમ ગેલ ગેડોટ, જેમી ડોરનાન સાથે જોવા મળશે. આલિયા ભટ્ટે પોતે સોશિયલ મીડિયા પર સમાચાર શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. આલિયા ભટ્ટની આ વેબ સિરીઝનું નામ ‘હાર્ટ ઓફ સ્ટોન’ હશે. આ વેબ સિરીઝમાં હોલિવૂડ અભિનેત્રી ગેલ ગેડોટ જોવા મળશે. ડીસી ફિલ્મ વન્ડર વૂમનમાં ગેલ ગેડોટ લીડ રોલમાં હતી.

આપને જણાવી દઈએ કે, ગેલ ગેડોટે આ સિરીઝનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. અભિનેત્રીએ સેટ પરથી વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, ટોમ હાર્પર આ સિરીઝને ડાયરેક્ટ કરી શકે છે. આ ફિલ્મ સ્પાય થ્રિલર હોઈ શકે છે. જો કે આ સીરિઝમાં આલિયા ભટ્ટ કયો રોલ પ્લે કરશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

a 38 દીપિકા-પ્રિયંકા બાદ આલિયા ભટ્ટની હોલિવૂડમાં છલાંગ, વન્ડર વુમનથી કરશે ડિજિટલ ડેબ્યૂ

આલિયા ભટ્ટે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો  

આલિયા ભટ્ટે વર્ષ 2021માં ઇન્ટરનેશનલ ટેલેન્ટ એજન્સી વિલિયમ મોરિસ એજન્સી સાથે કરાર કર્યો છે. આ ટેલેન્ટ એજન્સીઓ ગેલ ગેડોટ, એમ્મા સ્ટોન જેવા સ્ટાર્સનું પ્રતિનિધિત્વ કરશે. ગેલ ગેડોટે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે આ વેબ સિરીઝમાં તેના પાત્રનું નામ રચેલ હશે.આપને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ પહેલા પ્રિયંકા ચોપરા, હુમા કુરેશી પણ ઈન્ટરનેશનલ વેબ સિરીઝમાં કામ કરી ચુકી છે. પ્રિયંકા ચોપરાએ અમેરિકન ટીવી સિરીઝ ક્વોન્ટિકોમાં કામ કર્યું હતું.

ગંગુબાઈ કાઠિયાવાડીએ ઘણું બધું કલેક્શન કર્યું

આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીએ બીજા વીકએન્ડમાં પણ સારો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે. ફિલ્મે રવિવાર સુધીમાં 92.22 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

ગંગુબાઈ કાઠિયાવાડીએ બીજા સપ્તાહમાં શુક્રવારે 5.01 કરોડ રૂપિયા, શનિવારે 8.20 કરોડ રૂપિયા અને રવિવારે 10.08 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સિવાય આલિયા બ્રહ્માસ્ત્ર, RRR અને રોકી રાની કી લવસ્ટોરીમાં જોવા મળશે.

આ પણ વાંચો :મહેશ બાબુ સાથે બનાવશે આલિયા ભટ્ટની જોડી! RRR પછી ફરી એસએસ રાજામૌલીની ફિલ્મની હીરોઈન બનશે

આ પણ વાંચો : નસીરુદ્દીન શાહ બન્યા ગંભીર બીમારીનો ભોગ, કહ્યું- શાંતિથી રહેવું મુશ્કેલ છે…

આ પણ વાંચો : ટ્વિંકલ ખન્નાએ હિજાબ વિવાદથી લઈને યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ સુધીના મુદ્દાઓ પર પોતાનું મૌન તોડ્યું, લખીને કહી આ મોટી વાત

આ પણ વાંચો :અમિતાભ બચ્ચને અડધી રાત્રે કર્યું એવું ટ્વિટ કે ચાહકો થવા લાગ્યા પરેશાન, આખરે બિગ બીએ શું કહ્યું?