IPL 2021/ હૈદરાબાદને હરાવી ચેન્નઈની ટીમ Playoffs માં પહોંચનારી પ્રથમ ટીમ બની

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સામે જીત મેળવ્યા બાદ, CSK પોઈન્ટ ટેબલમાં 18 પોઈન્ટ સાથે ટોચ પર રહ્યું છે અને પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની ગઇ છે.

Sports
IMG 20211001 WA0000 હૈદરાબાદને હરાવી ચેન્નઈની ટીમ Playoffs માં પહોંચનારી પ્રથમ ટીમ બની

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સીઝનમાં પ્લેઓફમાં પહોંચનાર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પ્રથમ ટીમ બની ગઇ છે. CSK એ ગુરુવારે (30 સપ્ટેમ્બર) સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને છ વિકેટે હરાવીને 11 મેચમાંથી નવ જીત સાથે પ્લેઓફમાં પોતાનું સ્થાન નક્કી કર્યું. વળી, SRH હવે પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે. 11 મેચમાં SRH ની આ 9 મી હાર હતી. CSK પોઈન્ટ ટેબલમાં 18 પોઈન્ટ સાથે ટોચ પર છે.

આ પણ વાંચો – IPL 2021 / સંજુ સેમસન ચુક્યો Orange Cap, Purpal Cap ની રેસમાં આ ખેલાડીની આસપાસ પણ નથી કોઇ

ચેન્નઈ સુપર કિંગ્સ માટે શારજાહ મેદાન પર રમાયેલી આ મેચમાં, કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને તેમના બોલરોની તાકાત પર નિર્ધારિત 20 ઓવરમાં 134 રનનાં સ્કોર પર રોક્યા. આ દરમિયાન CSK નાં બોલરોએ 7 વિકેટ લીધી અને હૈદરાબાદની ટીમને મોટા સ્કોર તરફ જતા અટકાવી દીધી. હૈદરાબાદ માટે રિદ્ધિમાન સાહા (44) સૌથી વધુ રન બનાવ્યા, જ્યારે અભિષેક શર્મા (18), અબ્દુલ સમાદ (18) અને રશીદ ખાન (17) એ પણ ઇનિંગમાં મહત્વનું યોગદાન આપ્યું. વળી, CSK માટે, ડ્વેન બ્રાવો (2 વિકેટ), જોશ હેઝલવુડ (3 વિકેટ), શાર્દુલ ઠાકુર (1 વિકેટ) અને રવિન્દ્ર જાડેજા (1 વિકેટ) એ ટીમ માટે વિકેટ લેવાનું કામ કર્યું. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે 135 રનનો પીછો કરતા ઋતુરાજ ગાયકવાડ (45) અને ફાફ ડુ પ્લેસિસ (41) એ ફરી એકવાર શાનદાર શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 75 રનની ભાગીદારી કરી અને વિજયનો પાયો મુક્યો. ગાયકવાડે 38 બોલમાં 4 ચોક્કા અને 2 છક્કાની મદદથી 44 રન બનાવ્યા હતા, જ્યારે ડુ પ્લેસિસે 36 બોલમાં 3 ચોક્કા અને 2 છક્કાની મદદથી 41 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – Cricket / સ્મૃતિ મંધાનાએ Pink Ball ટેસ્ટ મેચમાં ભારત માટે ઈતિહાસ સર્જ્યો

જેસન હોલ્ડરે હૈદરાબાદ માટે આ ભાગીદારી તોડવાનું કામ કર્યુ હતુ અને ટીમને ઋતુરાજ ગાયકવાડનાં પ્રથમ સફળતા અપાવી હતી. રાશિદ ખાને મોઇન અલી (17) ને બોલ્ડ કરીને હૈદરાબાદને બીજી સફળતા અપાવી હતી. આ પછી, હોલ્ડરે એક જ ઓવરમાં 2 વિકેટ લીધી અને CSK ને બેકફૂટ પર ધકેલી દીધી, જેમાં તેણે પહેલા સુરેશ રૈના (2) અને પછી ફાફ ડુ પ્લેસિસની વિકેટ મેળવીને પોતાની ટીમને હારથી બચાવવાનો પ્રયત્ન કર્યો. જો કે, આ પછી, અંબાતી રાયડુ (17) અને એમએસ ધોની (14) એ CSK ની કમાન સંભાળી અને મેચ પોતાના નામે કરી. CSK એ આ મેચ 6 વિકેટે જીતી અને 2 પોઇન્ટ પોતાના નામે કર્યા. આ જીત સાથે, CSK પોઈન્ટ ટેબલમાં 18 પોઈન્ટ સાથે ટોચ પર રહ્યું છે અને પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની ગઇ છે.