રાજસ્થાન રોયલ્સનાં કેપ્ટન સંજુ સેમસનને દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની 36 મી મેચમાં સ્લો ઓવર રેટ માટે 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. IPL ગવર્નિંગ કમિટી દ્વારા શનિવારે જારી કરાયેલા સત્તાવાર નિવેદન મુજબ, “25 સપ્ટેમ્બરે અબુ ધાબીનાં ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 મેચ દરમિયાન ધીમો ઓવર રેટ જાળવી રાખ્યા બદલ રાજસ્થાન રોયલ્સને દંડ ફટકારવામાં આવ્યો છે.”

આ પણ વાંચો – IPL 2021 / આ ટીમ Playoff થી લગભગ થઇ ગઇ છે બહાર, રોહિતની ટીમ માટે પણ કપરા ચઢાણ
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “IPL આચારસંહિતા હેઠળ ધીમી ઓવર રેટ ગુનાઓ સાથે સંબંધિત ટીમનો આ સિઝનનો બીજો ગુનો હતો. આવી સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સનાં કેપ્ટન સંજુ સેમસનને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બાકીની પ્લેઇંગ ઇલેવનને 6 લાખ રૂપિયાનો દંડ અથવા તેમની વ્યક્તિગત મેચ ફીનાં 25 ટકાથી ઓછો દંડ ફટકારવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, દિલ્હી સામેની મેચ પહેલા મંગળવારે પંજાબ કિંગ્સ સામેની મેચમાં રાજસ્થાનની ટીમને સ્લો ઓવર રેટ માટે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ત્યારબાદ કેપ્ટન સેમસનને 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે સેમસન પર મેચ પ્રતિબંધનો ખતરો દેખાઇ રહ્યો છે કારણ કે જો કોઈ પણ ટીમ ત્રણ વખત સ્લો ઓવર રેટનાં નિયમો હેઠળ દોષિત સાબિત થશે તો તેના કેપ્ટન પર એક મેચ માટે પ્રતિબંધ લગાવી શકાય છે. જે રાજસ્થાન પર ભારે પડી શકે છે કારણ કે સેમસન એક માત્ર ટીમનાં કેપ્ટન જ નહીં પરંતુ સૌથી સફળ બેટ્સમેન પણ છે.

આ પણ વાંચો – IPL 2021 / KKR એ મેચ તો જીતી પણ નિયમનું ન રાખ્યું ધ્યાન, થયો 24 લાખ રૂપિયાનો દંડ
ઉલ્લેખનીય છે કે, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નાં કેપ્ટન ઇયોન મોર્ગનને ગુરુવારે અબુધાબીનાં ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ દરમિયાન સ્લો ઓવર રેટ માટે 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, KKR એ માત્ર 15.1 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી અને આ UAE લીગમાં તેમની સતત બીજી જીત છે. KKR ની ટીમ ભારતીય યુવા બેટ્સમેનોની તાકાત પર સંપૂર્ણપણે બદલાયેલી જોવા મળી રહી છે. IPL નાં સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “IPL આચારસંહિતા હેઠળ સ્લો ઓવર રેટ સંબંધિત આ સીઝનનો ટીમનો બીજો ગુનો હોવાથી, કોલકાતા નાઈટ રાઈડર્સનાં કેપ્ટન ઇયોન મોર્ગનને રૂ. 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. “બાકીની પ્લેઇંગ ઇલેવનને 6 લાખ રૂપિયાનો દંડ અથવા તેમની વ્યક્તિગત મેચ ફી નાં 25% (જે પણ ઓછું હોય) દંડ કરવામાં આવ્યો હતો.”
