Not Set/ પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાદ્ય તેલની કિંમતમાં પણ થયો 20 રૂપિયા સુધીનો ઘટાડો

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગનાં સચિવ સુધાંશુ પાંડેએ શુક્રવારે જણાવ્યું હતું કે, ખાદ્ય તેલનાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઘણી જગ્યાએ 20, 18, 10, 7 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે.

Top Stories Business
ખાદ્ય તેલની કિંમતમાં ઘટાડો

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગનાં સચિવ સુધાંશુ પાંડેએ શુક્રવારે જણાવ્યું હતું કે, ખાદ્ય તેલનાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઘણી જગ્યાએ 20, 18, 10, 7 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. આપને જણાવી દઈએ કે પામ, મગફળી, સોયાબીન, સૂર્યમુખી અને તમામ મુખ્ય તેલમાં ઘટાડો જોવા મળ્યો છે. તહેવારોની સીઝનમાં ખાદ્યતેલોનાં ભાવમાં આવો ઘટાડો એ ઘણી રાહત છે. દિવાળીનાં એક દિવસ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો કરીને રાહત આપવામાં આવી છે.

ખાદ્ય તેલની કિંમતમાં ઘટાડો

આ પણ વાંચો – Festival Offer / દિવાળી પર ભેટ સ્વરૂપે આપો તમારા સ્વજનને પેટ્રોલ-ડીઝલ, જાણો કેવી રીતે

આપને જણાવી દઇએ કે, પેટ્રોલ, ડીઝલ બાદ હવે સરકારે ક્રૂડ પામ, ક્રૂડ સોયાબીન અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પર બેઝિક ડ્યુટી 2.5 ટકાથી ઘટાડીને શૂન્ય કરી દીધી છે, મુખ્ય ખાદ્યતેલોનાં જથ્થાબંધ ભાવમાં પ્રતિ લિટર 4-7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારે ત્રણ દિવસમાં પેટ્રોલ, ડીઝલ અને હવે ખાદ્યતેલનાં ભાવમાં વધારો કરીને દેશની જનતાને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે છેલ્લા એક વર્ષથી ઝડપથી વધી રહેલા ખાદ્યતેલનાં ભાવને નીચે લાવવાનાં હેતુથી આ પગલું ભર્યું છે. અગાઉ તાજેતરમાં કેન્દ્ર સરકારે ડીઝલ-પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાનો ભેટો આપ્યો છે. અગાઉ, કેન્દ્રએ ખાદ્ય તેલનાં ભાવમાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે તમામ રાજ્યોને પત્ર લખ્યો હતો. શુક્રવારે મીડિયા સાથે વાત કરતા ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં ખાદ્ય તેલનાં ભાવમાં 20 રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલનાં ભાવ ઉંચા હોવા છતાં સરકારની દરમિયાનગીરી અને રાજ્ય સરકારોની સક્રિય ભાગીદારીનાં કારણે દિવાળી પર ખાદ્યતેલનાં ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હીમાં પામ ઓઈલ 6 રૂપિયા, સોયાબીન ઓઈલ 5 અને સનફ્લાવર ઓઈલ 10 રૂપિયા પ્રતિ લીટર ઘટ્યું છે. ઘણી જગ્યાએ 20 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે.

ખાદ્ય તેલની કિંમતમાં ઘટાડો

આ પણ વાંચો – ભાવ વધારો / શું આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થશે? જાણો શું કહે છે ઉર્જા ક્ષેત્રનાં નિષ્ણાત

આ તેલ પરનો કૃષિ સેસ ક્રૂડ પામ ઓઈલ માટે 20 ટકાથી ઘટાડીને 7.5 ટકા અને ક્રૂડ સોયાબીન અને સનફ્લાવર ઓઈલ માટે પાંચ ટકા કરવામાં આવ્યો છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. RBD પામોલીન ઓઈલ, રિફાઈન્ડ સોયાબીન અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ પરની મૂળભૂત ડ્યુટી હાલનાં 32.5 ટકાથી ઘટાડીને 17.5 ટકા કરવામાં આવી છે. આ સાથે સરકારે કેટલાક અન્ય પગલા પણ લીધા છે.