વર્ષ 2012માં કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એકવાર ધર્મા પ્રોડક્શનની ફિલ્મમાં જોવા મળશે. તેની નવી ફિલ્મ યોદ્ધા ની જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કરવાની સાથે કરણ જોહરે રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.
આ પણ વાંચો :પ્રીતિ ઝિન્ટાના ઘરે ગુંજી કિલકારીઓ, સેરોગેસી દ્વારા બની જોડિયા બાળકોની માતા
યોદ્ધા ફિલ્મનું નિર્દેશન સાગર અંબ્રે અને પુષ્કર ઓઝા કરશે. આમાં બે અભિનેત્રીઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જેમના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ ફિલ્મ 11 નવેમ્બર 2022ના રોજ રિલીઝ થશે.
https://www.instagram.com/tv/CWaBBWXoWWs/?utm_source=ig_web_copy_link
ફિલ્મમાંથી સિદ્ધાર્થનો ફર્સ્ટ લૂક શેર કરતા કરણ જોહરે કેપ્શનમાં લખ્યું – ‘યોદ્ધા તમારી સ્ક્રીનને હાઇજેક કરવા આવી રહ્યો છે. અમારી મુખ્ય અભિનેત્રીઓની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો :સપના ચૌધરી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ, જાણો શું છે સમગ્ર મામલો
નવી ફિલ્મની જાહેરાત વચ્ચે સિદ્ધાર્થ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
https://www.instagram.com/p/CWaHWWNtvtf/?utm_source=ig_web_copy_link
સિદ્ધાર્થે ‘હસી તો ફસી’, ‘એક વિલન’, ‘કપૂર એન્ડ સન્સ’, ‘ઇત્તેફાક’, ‘મરજાવાં’ અને ‘શેરશાહ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ ‘શેરશાહ’માં સિદ્ધાર્થની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં કિયારા અડવાણી પણ મહત્વના રોલમાં જોવા મળી હતી.
આ પણ વાંચો :સલમાન ખાને કોરોના રસીને લઈને લોકોને કરી આ અપીલ, જાણો શું કહ્યું એક્ટરે
આ પણ વાંચો : મહાત્મા ગાંધી વિરૂદ્વ નિવેદન મામલે કંગના પર કોંગ્રેસ કાયદાકીય કાર્યવાહી કરશે…
આ પણ વાંચો :છૂટાછેડા પર છલકાયું સૈફ અલી ખાનનું દર્દ, કહ્યું- શું હું શાહરુખ ખાન છું, આટલા પૈસા ક્યાંથી લાવીશ?
