Himmatnagar news/ BZ કૌભાંડમાં શિક્ષકો બાદ ગાંધીનગર અને અમદાવાદના અધિકારીઓની સંડોવણી

BZ કૌભાંડમાં શિક્ષક એજન્ટો બાદ મોટા અધિકારીઓની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

Top Stories Gujarat Others

Himmat Nagar News: BZ કૌભાંડમાં શિક્ષક એજન્ટો બાદ મોટા અધિકારીઓની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. BZ કૌભાંડની તપાસનો રેલો હવે પોલીસ અધિકારીઓ સુધી પંહોચ્યો છે. BZ કૌભાંડના સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાયા બાદ રોજ-બરોજ નવી માહિતી સામે આવી રહી છે. BZ કૌભાંડનો પર્દાફાશ થતા સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેમના ખાસ એજન્ટો ફરાર છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા ઉચ્ચ સ્તરે આ કૌભાંડના તપાસની કાર્યવાહી થઈ રહી છે ત્યારે પોલીસ અધિકારીઓની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

BZ કૌભાંડનો પર્દાફાશ થતા આ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનારાઓમાં ફફડાટ જોવા મળ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે BZ પોન્ઝી સ્કીમમાં એજન્ટ શિક્ષકો ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરના અધિકારીઓએ પણ કરોડોનું રોકાણ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વિવિધ પ્રકારના પ્રલોભનો આપી અધિકારીઓ અને શિક્ષકોને કરોડોનું રોકાણ કરાવ્યું. પોલીસ તપાસમાં અધિકારીઓએ લાખો રૂપિયા કર્યા હોવાનો ભાંડો ફૂટયો.

સીઆઈડી ક્રાઈમ પોલીસ હવે અધિકારીઓની તપાસ કરશે કે તેઓ સામાન્ય નોકરી કરતા હોવા છતાં આટલા બધા રૂપિયા કયાંથી લાવ્યા. BZ કૌભાંડના ઘટસ્ફોટ બાદ આ કૌભાંડમાં સામેલ અધિકારીઓમાં ફફડાટ છે. પોલીસ બેડામાં ચર્ચા છે કે આ કૌભાંડમાં હજુ પણ વધુ વિગતો સામે આવી શકે છે. કૌભાંડના સૂત્રધાર એવા ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપરાંત તેમના ખાસ મળતિયા ધવલ પટેલ, મયુર દરજી, કિરિટ સેવક, પોપટસિંહ ચૌહાણ સહિત સામેલ મુખ્ય એજન્ટોને શોધવા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો:એલોન મસ્કે ભારતની ચૂંટણી પ્રણાલી પર કહ્યું મોટી વાત! કેલિફોર્નિયાએ પણ ચર્ચા કરી

આ પણ વાંચો:ટ્રમ્પને જીતતા જોઈને એલોન મસ્કે આ શું કર્યું? સિંક સાથે ફોટો શેર કર્યો

આ પણ વાંચો:એલોન મસ્કે 294 કરોડ રૂપિયામાં ખરીદી નવી હવેલી, 11 બાળકો અને તેમની માતાઓ અહીં રહેશે