Cricket/ ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાર બાદ મયંતી લેંગરે પતિ બિન્નીનો ફોટો શેર કરી ટીમ ઈન્ડિયાને કરી ટ્રોલ

હેડિંગ્લે ટેસ્ટમાં શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયાની ચોતરફ ટીકા શરૂ થઈ ગઇ છે, પરંતુ આ દરમિયાન લોકપ્રિય સ્પોર્ટ્સ પ્રેજેન્ટેટર મયંતી લેંગર પણ પ્રકાશમાં આવી છે.

Sports
1 340 ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાર બાદ મયંતી લેંગરે પતિ બિન્નીનો ફોટો શેર કરી ટીમ ઈન્ડિયાને કરી ટ્રોલ

હેડિંગ્લે ટેસ્ટમાં શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયાની ચોતરફ ટીકા શરૂ થઈ ગઇ છે, પરંતુ આ દરમિયાન લોકપ્રિય સ્પોર્ટ્સ પ્રેજેન્ટેટર મયંતી લેંગર પણ પ્રકાશમાં આવી છે. મયંતીએ ભારતની હાર બાદ એક તસવીર શેર કરી છે જેમાં તેના પતિ સ્ટુઅર્ટ બિન્ની ઇંગ્લિશ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની ધોલાઈ કરતો હોવાનું જોવા મળી રહ્યુ છે.

1 342 ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાર બાદ મયંતી લેંગરે પતિ બિન્નીનો ફોટો શેર કરી ટીમ ઈન્ડિયાને કરી ટ્રોલ

આ પણ વાંચો – Tokyo Paralympic / ભાલા ફેકમાં દેવેન્દ્ર ઝાઝરીયા અને સુંદર સિંહ ગુર્જરે જીત્યા મેડલ

લેંગરની આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીએ ક્રિકેટ ચાહકોનું ધ્યાન પણ ખેંચ્યું છે. તેની આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી 2014 માં ભારતનાં ઈંગ્લેન્ડ પ્રવાસની તસવીર છે જેમાં તેના પતિ સ્ટુઅર્ટ બિન્નીએ તેની ટેસ્ટ ડેબ્યૂમાં શાનદાર ઇનિંગ રમી હતી. સૌથી રસપ્રદ બાબત એ છે કે મયંતી લેંગરે આ પોસ્ટનું કોઈ કેપ્શન આપ્યું નથી. આ તસવીરમાં સ્ટુઅર્ટ જેમ્સ એન્ડરસન પર હાવી થઇ રહ્યો હોય તેમ જોવા મળી રહ્યુ છે. પોતાના ડેબ્યુ પર, તેણે એન્ડરસન સહિત અન્ય અંગ્રેજી બોલરોની ખૂબ ધોલાઇ કરી હતી. આવી સ્થિતિમાં, ઘણા ચાહકોને લાગે છે કે મયંતી લેંગર ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્ટુઅર્ટ બિન્ની જેવા ઝડપી બોલર ઓલરાઉન્ડરને સામેલ કરવા સૂચન કરવાનો પ્રયાસ કરી રહી છે. યુઝર્સ કહે છે કે, ઝડપી બોલર ઓલરાઉન્ડર બેટિંગમાં ઉંડાણ લાવે છે અને ટીમને સમસ્યાઓ હલ કરવામાં મદદ કરે છે. વળી, કેટલાક ચાહકોએ મયંતી લેંગરની આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને હેડિંગ્લેમાં હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમની ટ્રોલિંગ પણ માની છે. આપને જણાવી દઈએ કે, સ્ટુઅર્ટ બિન્નીએ તેની ટેસ્ટ ડેબ્યૂમાં 78 રન બનાવ્યા હતા, જે ટીમ ઈન્ડિયાએ હેડિંગ્લે ખાતે પોતાની પ્રથમ ઈનિંગમાં બનાવ્યા હતા.

1 341 ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાર બાદ મયંતી લેંગરે પતિ બિન્નીનો ફોટો શેર કરી ટીમ ઈન્ડિયાને કરી ટ્રોલ

આ પણ વાંચો – Retirement / સ્ટુઅર્ટ બિન્નીએ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, ફેન્સે શરૂ કર્યુ ટ્રોલિંગ

આપને જણાવી દઇએ કે, બિન્નીએ નોટિંગહામમાં રમાયેલી ટેસ્ટની બીજી ઇનિંગમાં 78 રન બનાવ્યા હતા અને ભારત હેડિંગ્લેની પ્રથમ ઇનિંગમાં 78 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. હવે જ્યારે મયંતી લેંગરે ફોટો સાથે કોઈ કેપ્શન લખ્યું નથી, તે અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તેણે ભારતીય ટીમને ટોણો માર્યો છે કે નહીં. એવુ પણ બની શકે છે કે, સ્પોર્ટ્સ પ્રેજેન્ટેટર તેના પતિની શ્રેષ્ઠ ટેસ્ટ ઇનિંગ્સને યાદ કરતા ફોટો શેર કર્યો હોય. જણાવી દઇએ કે, મયંતી લેંગરે ગયા વર્ષે પોતાની કારકિર્દીમાંથી બ્રેક લીધો હતો અને એક પુત્રને જન્મ આપ્યો હતો.

1 339 ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાર બાદ મયંતી લેંગરે પતિ બિન્નીનો ફોટો શેર કરી ટીમ ઈન્ડિયાને કરી ટ્રોલ

હાલમાં તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. ગયા વર્ષે, મયંતી લેંગરે ચાહકોને જાણ કરી હતી કે તેનું જીવનમાં સારો ફેરફાર થયો છે. મયંતી લેંગરે કહ્યું હતું કે, જો આઈપીએલ 2020 સમયસર યોજાય તો હું મારું કામ ચાલુ રાખી શકતી. સ્ટુઅર્ટ અને મેં છ અઠવાડિયા પહેલા અમારા પુત્રનું દુનિયામાં સ્વાગત કર્યું હતું.