@મેહુલ દૂધરેજીયા
Ahmedabad News: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડ (Rajkot Gaming Zone Fire Tragedy) ના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું છે. અમદાવાદ મનપાએ હવે રીતસરની ધૂળ ખંખેરીને કામગીરીનો આરંભ કરતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અમદાવાદ મનપા અર્બન ચોકમાં આવેલા ત્રણ કાફે પર ત્રાટકી હતી અને ત્રણેય કાફે ગેરકાયદેસરના હોવાનું જાણતા તેને પણ આશ્ચર્ય થયું હતું. આ કાફે કોઈપણ પ્રકારની બીયુ કે એનઓસી પરમિશન વગર ચાલતા હતા. અધિકારીઓએ અત્યાર સુધી તેની સામે આંખ આડા કાન કર્યા હતા. હવે સવાલ તે ઉઠે છે કે આ બધુ ચાલતું હતું તે કોના આશીર્વાદથી ચાલતું હતું.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મનપાએ રાજકોટ ગેમિંગ ઝોનના પગલે શહેરમાં 34 ગેમિંગ ઝોનની તપાસ કરી હતી. તેમા છ યુનિટ પાસે ફાયર કે એનઓસી પરમિશન ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત મંજૂરી ધરાવતા ગેમિંગ ઝોન પણ યોગ્ય સગવડો ન આપતા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીના આધારે એક ચુસ્ત SOP બનાવવામાં આવી છે. આ મુજબ ગેમિંગ ઝોનની કોર્પોરેશન દર મહિને ક વખત તપાસ કરશે. તેના સાધનોની પણ દર મહિને એક વખત ચકાસણી થતી રહેશે.
આ SOP ગેમિંગ ઝોન પર લાગુ પડવા ઉપરાંત થિયેટર, મોલ, હોસ્પિટલ સહિતના સ્થળોએ પણ લાગુ પડશે. એએમસીનો દાવો છે કે તપાસ બાદ જે સ્થળોએ તપાસના ઓર્ડર કર્યા હશે તે સ્થળોએ તપાસ કરવામાં નહીં આવી હોય તો જે તે વોર્ડ ઇન્સ્પેક્ટર અને અગ્નિશામક દળના કર્મચારી સામે પગલાં લેવાશે.
આમ રાજકોટના અગ્નિકાંડ બાદ દરેક ગેમિંગ ઝોનની નિયમિત ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશ્નર એમ થેન્નારસને આદેશ આપતા ફાયરબ્રિગેડને દરેક ગેમ ઝોનની દર ત્રણ મહિને ચકાસણી કરવા અને મોકડ્રિલ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત અગ્નિશામક વિભાગ દર મહિને એકથી પાંચ તારીખમાં ફાયર અંગેની બધી જોગવાઈનું પાલન થાય છે કે નહીં તે જોશે. તેમા અનિયમિતતા હશે તો જરૂરી પગલાં લેશે.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના
આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી
આ પણ વાંચો: છોટાઉદેપુરના કવાંટમાં લગ્ન પ્રસંગમાં દેશી તમંચા વડે ફાયરિંગ, યુવાનની કરી અટકાયત
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો