Bhavnagar News: ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા (Nimuben Bambhaniya)એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.આગામી તા.29 માર્ચથી ભાવનગર થી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ પુન:શરૂ થશે જેનું આવતીકાલ તા.૨૫મી ફેબ્રુઆરીથી બુકીંગ શરૂ થશે જેનો નાગરિકોને લાભ લેવા મંત્રી Nimuben Bambhaniyaએ અપીલ કરી છે.
ભાવનગર શહેરમાં ઉડાન યોજનાનો સમયગાળો પૂર્ણ થતાં બંધ થયેલી હવાઈ સેવાઓ ફરી શરૂ થવા જઈ રહી છે, જે અંતર્ગત ભાવનગરને મુંબઈ સાથેની સીધી એર કનેક્ટિવિટી પુનઃ પ્રાપ્ત થશે. ભાવનગરને સુચારું હવાઈ સુવિધા મળે તે માટે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા (Nimuben Bambhaniya)એ સઘન પ્રયાસો કર્યા હતા જેના પરિણામે આ સફળતા મળી છે.

મંત્રીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.આર. નાયડુને રૂબરૂ રજૂઆત કરી હતી, કેન્દ્રીય રાજ્ય મંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી મુરલીધર મોહોલ સાથે તથા વિવિધ એર લાઇન્સ સાથે તબક્કાવાર બેઠકો યોજી હતી.
કેન્દ્ર સરકારના સકારાત્મક વલણ અને દિશા-નિર્દેશોને પગલે ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા 29 માર્ચ 2026થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે દૈનિક બે ફ્લાઇટ (ATR વિમાન) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના માટે ૨૫ ફેબ્રુઆરીથી ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવશે. ભાવનગરથી નવી મુંબઈ સવારે 8.35 વાગે અને સાંજે 20.50 વાગે ઉપડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આધુનિક પરિવહન સુવિધાઓ માટેની સરકારની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ સેવા શરૂ થવાથી ભાવનગરના વ્યાપાર-ઉદ્યોગને નવો વેગ મળશે અને મુંબઈ મારફતે દેશના અન્ય શહેરો સાથેનું જોડાણ પણ સરળ બનશે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ નિમુબેન બાંભણીયાએ કેન્દ્રીય મંત્રી કે.આર. નાયડુ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી મુરલીધર મોહોલનો આભાર વ્યક્ત કર્યો છે. મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાનો વિશેષ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો છે. અને આ સુવિધા બદલ સમગ્ર ભાવેણાવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.
આ પણ વાંચો:ભાવનગરમાં રૂ. 4,200 કરોડના ખર્ચે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ બનશેઃ નિમુબેન બાંભણીયા
આ પણ વાંચો:મંત્રી નિમુબેન બાંભણીયાએ શિહોર-સોનગઢ રેલવે સ્ટેશનની લીધી મુલાકાત
આ પણ વાંચો:ભાઈ,બહેન વચ્ચે અણબનાવની અફવાઓનો અંત, નિમુબેન બાંભણિયા અને પુરુષોત્તમ સોલંકીની ભાવનાત્મક મુલાકાત
