Video/ ફરી રાનુ મંડળ આવી મેદાનમાં, બચપન કા પ્યાર ગાતો વીડિયો થયો વાયરલ, જુઓ

બચપન કા પ્યાર.. કારણે છત્તીસગઢનો સહદેવ દિર્દો રાતોરાત સ્ટાર બની ગયો છે. સહદેવનાં જૂના વીડિયો પર ઘણી રિલ્સ બની છે અને હવે ‘બચપન કા પ્યાર’…

Entertainment
બચપન કા પ્યાર

રાનુ મંડલ, એક એવું નામ જે સોશિયલ મીડિયા પર રાતોરાત એટલું પ્રખ્યાત થયું કે ગાયક હિમેશ રેશમિયાએ તેને એક તક પણ આપી. જો કે, રાનુ મંડલનો તારો લાંબા સમય સુધી ચમક્યો ન હતો. જેટલો ઝડપથી તેનો તારો ચમક્યો હતો એટલો જ ઝડપથી પડી ગયો હતો. એક સમયે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાયેલી રાનુ મંડલ એવી રીતે ગાયબ થઈ ગઈ હતી કે લોકો તેનું નામ ભૂલી ગયા હતા. પરંતુ આ દરમિયાન ફરી એક વખત રાનુ મંડલ ચર્ચામાં આવી ગઈ છે. રાનુ મંડલનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ‘બચપન કા પ્યાર’ ગીત ગાઈ રહી છે.

આ પણ વાંચો :અનિલ કપૂરની લાડકી તેના લગ્નના આઉટફિટને લઈને થઈ ટ્રોલ, જાણો લોકોએ શું કરી કોમેન્ટ

બચપન કા પ્યાર.. કારણે છત્તીસગઢનો સહદેવ દિર્દો રાતોરાત સ્ટાર બની ગયો છે. સહદેવનાં જૂના વીડિયો પર ઘણી રિલ્સ બની છે અને હવે ‘બચપન કા પ્યાર’નાં લેટેસ્ટ વર્ઝન પર મોટી મોટી હસ્તીઓ રિલ્સ બનાવી રહી છે. બાદશાહનું આ નવું ગીત રિલીઝ થયા બાદ યૂટ્યૂબ પર ગીત નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું ચે. સહદેવ છત્તીસગઢનાં સકુમાનાં છિંદગઢ બ્લોકમાં રહે છે. બે વર્ષ પહેલાં તેનાં ટીચરે એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જે હવે ખુબજ વાયરલ થયો છે.

Instagram will load in the frontend.

‘બચપન કા પ્યાર’ હિટ થતા સહદેવ દિરદો હાલમાં ચર્ચામાં છે. હાલમાં તેણે પ્રખ્યાત રેપર બાદશાહની સાથે આ ગીત ગાયું. નવાં ટ્વિસ્ટ સાથે ગાવામાં આવેલું આ ગીત પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે. હવે ‘બચપન કા પ્યાર’ રાનૂ મંડલ ગાતી નજર આવી. લાંબા સમયથી સોશિયલ મીડિયાથી દૂર રાનૂ મંડલનો આ વીડિયો જોત જોતામાં વાયુ વેગે વાયરલ થઇ  ગયો છે.

આ પણ વાંચો :3 અઠવાડિયા બાદ શો માં પરત ફરી શિલ્પા શેટ્ટી, પતિની ધરપકડ બાદ લીધો હતો બ્રેક

રાનૂ મંડલ લોકો માટે નવું નામ નથી. વર્ષ 2019માં પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પર ગીત ગાતી રાનૂનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ રાતોરાત સેન્સેશન બની ગઈ હતી. જે બાદ તેને મોટી મોટી ઓફર મળી હતી. હિમેશ રેશમિયાએ તેને સૌથો મોટો બ્રેક આપતા ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’ના ગીત ગાવાની તક આપી હતી. પરંતુ સફળતા પચાવવી તે દરેક વ્યક્તિનું કામ નથી તેમ રાનૂ છકી ગઈ હતી. જે બાદ તે ગાયબ થઈ ગઈ અને હાલમાં ફરીથી જોવા મળી છે.

આ પણ વાંચો :ઈન્ટિરિયર ડિઝાઈનર પર અભિનેત્રીએ લગાવ્યો છેડતીનો આરોપ, ઓશિવારામાં દાખલ થઈ ફરિયાદ

જણાવી દઈએ કે, ગુજરાતી લોકગાયક કમલેશ બારોટે ‘બચપન કા પ્યાર’ ગાયું છે. આ ગીત 2018ની સાલમાં બન્યું હતું. ગીતનું સંગીત મયૂર નદિયાએ આપ્યું છે અને ગીતકાર પી.પી. બારૈયા છે. આ ઓરિજિનલ ગીત પણ ખૂબ પોપ્યુલર છે.

આ પણ વાંચો :સલમાન અને કેટરીના,જાણો ટાઈગર 3 ના શૂટિંગ માટે ક્યાં જશે