Not Set/ અમદાવાદ: બેફામ ઝડપે દોડતી લકઝ્રરી બસે ટ્રાફિક બુથને ઉડાવ્યું

અમદાવાદ અમદાવાદના એસ જી હાઈવે પરના પકવાન ચાર રસ્તા રોડ પર અકસ્માતના બનાવ અવારનવાર બનતા હોય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શનિવારે સવારે બેફામ ઝડપે દોડી રહેલી. લકઝ્રરી બસે ચાર રસ્તા પર આવેલાં ટ્રાફિક પોલીસના બુથને હડફેટમાં લીધું હતું  અને સાથે સાથે બે સાયકલ સવારને પણ ટક્કર મારી હતી. જેમાં બંને સાયકલ […]

Gujarat

અમદાવાદ

અમદાવાદના એસ જી હાઈવે પરના પકવાન ચાર રસ્તા રોડ પર અકસ્માતના બનાવ અવારનવાર બનતા હોય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શનિવારે સવારે બેફામ ઝડપે દોડી રહેલી. લકઝ્રરી બસે ચાર રસ્તા પર આવેલાં ટ્રાફિક પોલીસના બુથને હડફેટમાં લીધું હતું  અને સાથે સાથે બે સાયકલ સવારને પણ ટક્કર મારી હતી. જેમાં બંને સાયકલ સવારને ઈજાઓ થઇ હતી. ત્યારે ફરજ પરના ટ્રાફિક પોલીસનો જવાનોનો  બચાવ થયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે  હોસ્પીટલમાં લઇ જવાય હતા.

આ અકસ્માતમાં  ટ્રાફિક બુથ ફંગોળાઈ ગયું હતુ.  જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જોકે ટ્રાફિક પોલીસને ટ્રાફિક વ્યવસ્તા  યથાવત કરવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

આ દુર્ઘટના બાદ લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.