Ahmedabad News/ ગ્લોબલ માઇક્રોસોફ્ટ આઉટેજથી અમદાવાદ એરપોર્ટ પર અસર

વિશ્વસ્તરે માઇક્રોસોફ્ટ સર્વર ડાઉન થવાના પગલે ગ્લોબલ આઇટી આઉટેજ જોવા મળ્યું છે. તેના લીધે અમદાવાદ એરપોર્ટ પર પણ સેવા પ્રભાવિત થઈ છે. માઇક્રોસોફ્ટ સર્વર ડાઉનના કારણે વિશ્વસ્તરે એરપોર્ટ, હોસ્પિટલ, વિમાની સેવા અને અન્ય સેવાઓ પ્રભાવિત થઈ છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Beginners guide to 26 3 ગ્લોબલ માઇક્રોસોફ્ટ આઉટેજથી અમદાવાદ એરપોર્ટ પર અસર

Ahmedabad News: વિશ્વસ્તરે માઇક્રોસોફ્ટ સર્વર ડાઉન થવાના પગલે ગ્લોબલ આઇટી આઉટેજ જોવા મળ્યું છે. તેના લીધે અમદાવાદ એરપોર્ટ પર પણ સેવા પ્રભાવિત થઈ છે. માઇક્રોસોફ્ટ સર્વર ડાઉનના કારણે વિશ્વસ્તરે એરપોર્ટ, હોસ્પિટલ, વિમાની સેવા અને અન્ય સેવાઓ પ્રભાવિત થઈ છે.

આ આઉટેજની અસરમાંથી અમદાવાદ એરપોર્ટ પણ બાકાત રહી શક્યું નથી. અમદાવાદ એરપોર્ટ પર પણ સેવા પ્રભાવિત થઈ છે. તેથી અમદાવાદ એરપોર્ટે એડવાઇઝરી બહાર પાડી છે. હાલમાં અમદાવાદ એરપોર્ટ પરની ઓથોરિટી બધી એરલાઇન્સ સાથે કામ કરી રહીછે. ચેક-ઇનથી બોર્ડિંગ પાસ પર અસર પડી છે. આ ઉપરાંત ફ્લાઇટ્સ પર અસર પડી છે. કેટલીય ફ્લાઇટ્સ રદ કરવાની તો કેટલીય રીશેડ્યુલ કરવાની ફરજ પાડવામાં આવી છે.

વિશ્વભરમાં ઘણા લોકો તેમની વિન્ડોઝ સિસ્ટમ પર બ્લુ સ્ક્રીનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માઈક્રોસોફ્ટના સર્વર બંધ થવાના કારણે સમગ્ર વિશ્વમાં બેંકોથી લઈને એરલાઈન્સ સુધીની સેવાઓ ખોરવાઈ ગઈ છે. કંપનીના ફોર્મ પરના પિન મેસેજ મુજબ, ઘણા વિન્ડોઝ યુઝર્સ બ્લુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) એરર જોઈ રહ્યા છે.

આ સમસ્યા તાજેતરના ક્રાઉડ સ્ક્રીમ અપડેટ પછી થઈ રહી છે. આ સમસ્યાથી મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે. માઇક્રોસોફ્ટે આ માહિતી આપી છે. શુક્રવારે સવારે તેમની ક્લાઉડ સેવાઓ ખોરવાઈ જવાને કારણે વિશ્વભરના ઘણા વિસ્તારોમાં સમસ્યા સર્જાઈ છે, જેના કારણે એરલાઈન્સની ફ્લાઈટને અસર થઈ છે. આ આઉટેજને કારણે ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોમાં એરક્રાફ્ટ ફ્લાઇટ્સ પર અસર પડી છે.

આ સમસ્યા શા માટે થઈ રહી છે?
માઈક્રોસોફ્ટના સર્વિસ હેલ્થ સ્ટેટસ અપડેટ અનુસાર, આ સમસ્યાનું પ્રારંભિક કારણ એઝ્યુર બેકએન્ડ વર્કલોડના રૂપરેખાંકનમાં ફેરફાર છે જે સ્ટોરેજ અને કોમ્પ્યુટ સંસાધનોની વચ્ચે અડચણ ઊભી કરે છે અને પરિણામે કનેક્ટિવિટી નિષ્ફળ જાય છે.

વિશ્વભરમાં ઘણા લોકો તેમની વિન્ડોઝ સિસ્ટમ પર બ્લુ સ્ક્રીનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માઈક્રોસોફ્ટના સર્વર બંધ થવાના કારણે સમગ્ર વિશ્વમાં બેંકોથી લઈને એરલાઈન્સ સુધીની સેવાઓ ખોરવાઈ ગઈ છે. કંપનીના ફોર્મ પરના પિન મેસેજ મુજબ, ઘણા વિન્ડોઝ યુઝર્સ બ્લુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) એરર જોઈ રહ્યા છે.

આ સમસ્યા તાજેતરના ક્રાઉડ સ્ક્રીમ અપડેટ પછી થઈ રહી છે. આ સમસ્યાથી મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે. માઇક્રોસોફ્ટે આ માહિતી આપી છે. શુક્રવારે સવારે તેમની ક્લાઉડ સેવાઓ ખોરવાઈ જવાને કારણે વિશ્વભરના ઘણા વિસ્તારોમાં સમસ્યા સર્જાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ છે જીવલેણઃ 2023માં 870નાં મોત

આ પણ વાંચો: પોરબંદર જળબંબાકાર, 14 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું

આ પણ વાંચો:અમદાવાદ આવતી-જતી ઘણી ટ્રેનો આંશિક રદ્દ, જાણો ક્યાં સુધી રેલ સેવાનો લાભ નહીં મળે