છેલ્લા કેટલાંય સમયથી અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરીનું હબ બનતું જાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં 1300 કરોડથી વધુનું સોનું અમદાવાદ એરપોર્ટ પરથી ભારતમાં ઘુસાડવામાં આવ્યું છે.

ઈન્ટેલીજન્સ યુનિટની માહિતી પ્રમાણે બેંગકોકથી આવી રહેલા શખ્સ પાસે ૩ કરોડ 17 લાખ રૂપિયાનું સોનું છે. માહિતીને આધારે વોચ રાખીને આ શખ્સની ત્રણ કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી છે.
તેની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. ઈન્ટેલીજન્સ ને શંકા છે કે આ વ્યક્તિ કોઈ મોટા સોનાની દાણચોરી કરતી ગેંગ સાથે સંકળાયેલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.1300
