અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં અંજલી ઓવરબ્રિજ પાસે થયેલ રૂપિયા 65 લાખના સોનાના દાગીનાની લૂંટ ના કિસ્સાને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના સમયમાં ઉકેલી નાખ્યો છે. જેમાં એક પૂર્વ હોમગાર્ડ સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે વધુ એક ને પકડવા પોલીસે તપાસ કાર્યવાહી
અંજલી ઓવરબ્રીજ પાસે થયેલા લૂંટની ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના સમયમાં ત્રણ આરોપીઓને પકડી પાડયા છે. જેમાંથી એક પૂર્વ હોમ ગાર્ડ તથા અન્ય ત્રણ તેના સાગરિત હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે લૂંટની આ ઘટનામાં પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
અમદાવાદ ક્રાઈમ ની પકડ માં દેખાતા આ ત્રણે આરોપીઓના નામ છે ઘનશ્યામ કાળીદાસ શ્રીમાળી, અહેમદ ઉર્ફ ગોલી રહેમત ખાન પઠાણ અને ઈકબાલ ઉર્ફ શાહરુખ ગફાર ભાઇ શેખ. આ ત્રણેય સહિત અન્ય એક વ્યક્તિ કે જે પકડાયો નથી તે. તમામે ભેગા થઈ લૂંટની ચકચારી ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની વિગત વાર વાત કરીએ તો વાસણા વિસ્તારમાં સવારના સમયે સાડા અગિયારથી બાર ના સમયગાળા દરમિયાન લૂંટની આ ઘટનાએ આકાર લીધો હતો. રૂપિયા 65 લાખની ચકચારી લૂંટની ઘટનાને લઈને લોકલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ લૂંટનો ભેદ ઉકેલવા સક્રિય થઈ હતી.
જેમાં તપાસ કરતા ખબર પડી કે વેપારી જ્યારે સવારે શાસ્ત્રી બ્રિજ થી આવતો હતો ત્યારે પોલીસે તેને શાસ્ત્રી બ્રિજ પાસે રોક્યો હતો અને સોનાનો આટલો મોટો મુદ્દામાલ જોઈ 25 હજારનો તોડ કર્યો હતો. ત્યારબાદ વેપારી જ્યારે આગળ વધ્યો ત્યારે અંજલી બ્રિજ પાસે કેટલાક અજાણ્યા શખ્શો એકટીવા વાહન પર બેસીને આવ્યા અને 65 લાખની લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાંચે આ ઘટનામાં લૂંટમાં સામેલ પૂર્વ ગાર્ડની ધરપકડ કરી હતી. સાથે સાથે વેપારી પાસેથી ૨૫ હજારનો તોડ કરનાર પોલીસ કોન્સ્ટેબલ અને બે હોમગાર્ડ સહિત કુલ ત્રણ લોકો સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે…
ગુનાહિત ઈતિહાસ
પકડાયેલા આરોપીઓ પહેલા પણ મારામારી , ચેન સ્નેચીગ અને હત્યાની કોશિશના ગુનામાં અગાઉ પણ પોલીસ ચોપડે ચઢી ચૂક્યા છે. ત્યારે 65 લાખના સોનાના દાગીનાની લૂંટના ગુનામાં ઝંડા ચોકડીએ સિફત પૂર્વક કાર્ય કરી પોલીસની નજરથી બચવા ની પુરી કોશિષ કરી હતી. પણ આખરે ક્રાઇમ બ્રાન્ચની બાજ નજરે તેમને ઝડપી પાડયાં છે. જેમાં હાલ પોલીસે ૬૫ લાખના દાગીનાની લૂંટ માંથી ૬૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને વધુ રિકવરી માટે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.
વિશાલ મહેતા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
