Breaking News/ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો: આરોપીને પકડવા દરમિયાન ગોળીબાર, JCP શરદ સિંઘલ ઇજાગ્રસ્ત

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આરોપીને ઝડપી પાડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch)ની ટીમ પર હુમલો થયો. ગોળીબાર દરમિયાન JCP શરદ સિંઘલ (Sharad Singhal) ઇજાગ્રસ્ત થયા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Crime Branch:ચંડોળા તળાવ વિસ્તારમાં પોલીસ-આરોપી વચ્ચે ગોળીબાર

Breaking News: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch)ના ઓપરેશન દરમિયાન હિંસક ઘટના સામે આવી છે. ગેરકાયદેસર હથિયારોના કેસમાં ઝડપાયેલા એક હિસ્ટ્રીશીટર આરોપીએ પૂછપરછ દરમિયાન સંયુક્ત પોલીસ કમિશનર (JCP) શરદ સિંઘલ પર છરી વડે હુમલો કર્યો હતો. આત્મરક્ષામાં કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગેરકાયદેસર હથિયારોની બાતમીના આધારે કાર્યવાહી

પોલીસને મળેલી બાતમીના આધારે ઈસાનપુર વિસ્તારના રહેવાસી અને હિસ્ટ્રીશીટર કલીમ શેખને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન JCP શરદ સિંઘલ અને પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એન. ઘાસુરા સહિતની ટીમ હાજર હતી.

Ahmedabad Crime Branch: પૂછપરછ દરમિયાન અચાનક હુમલો

પ્રાથમિક માહિતી અનુસાર, પૂછપરછ દરમિયાન આરોપી અચાનક ઉશ્કેરાયો અને પોતાની પાસે રહેલી છરી વડે JCP શરદ સિંઘલ પર હુમલો કર્યો. હુમલામાં JCPના હાથના ભાગે ઈજા પહોંચી હતી.

આત્મરક્ષામાં જવાબી ફાયરિંગ

હુમલા બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં JCP શરદ સિંઘલે (Sharad Singhal) પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. આ કાર્યવાહીમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તે કાબૂમાં આવ્યો.

બંનેને હોસ્પિટલમાં ખસેડાયા

ઈજાગ્રસ્ત JCP શરદ સિંઘલ (Sharad Singhal)ને તાત્કાલિક વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આરોપીને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ચાર હથિયારો જપ્ત

પોલીસે આરોપીના કબજામાંથી કુલ ચાર ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આરોપી સામે 30થી વધુ ગુના નોંધાયેલા

પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, ખંડણી સહિત 30થી વધુ ગંભીર ગુનાઓ અગાઉથી નોંધાયેલા છે. સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો:ચંડોળા તળાવ ડિમોલિશનને એક વર્ષ પૂર્ણ,બ્યુટીફિકેશન કામે ઝડપ પકડી

આ પણ વાંચો:ચંડોળા તળાવ આસપાસ ગેરકાયદે દબાણો અંગે આરોપી લલ્લા બિહારીના શરતી જામીન મંજૂર

આ પણ વાંચો:ચંડોળા તળાવ મેગા ડિમોલીશન : તળાવને ઉંડુ કરવા 100 ટ્રકો દ્વારા કાટમાળ હટાવાવાનું કામ શરૂ