Ahmedabad News: ગુજરાતમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ભાજપ કાર્યાલય ખાનપુર કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યકમ યોજાયો છે. ભાજપનાં કાર્યકર્તાઓ, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા છે.
અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહની હાજરીમાં ઉજવણી કરવામાં આવી છે. શહેર અધ્યક્ષ અમિત શાહના હાથે ધ્વજવંદન કરાયું છે. સાંસદ દિનેશ મકવાણા પણ ઉપસ્થિત રહ્યાં છે. ભાજપના તમામ કાર્યકર્તાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું છે. ધ્વજવંદન બાદ શહેર અધ્યક્ષ અમિત શાહે આઝાદી દિવસની શુભેચ્છા પાઠવી છે.
આ પણ વાંચો:ખેડામાં CM ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો