Not Set/ અમદાવાદ : ઓટો સેક્ટરમાં મંદી છતા દશેરાનાં પાવન પર્વે નવા વાહનોની થઇ રહી ધૂમ ખરીદી

તહેવારોમાં લોકો નવા વાહનો ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે ત્યારે આજે દશેરાનાં પાવન પર્વે લોકો નવા વાહનો ખરીદી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો અહી મોટા ભાગનાં શો રૂમમાં નવા વાહનો ખરીદનારોઓની જાણે ભીડ જામી ગઇ છે. આપને જણાવી દઇએ કે, આજે આ પાવન પર્વે શહેરીજનો પોતાના વાહનોની પૂજા પણ કરતા હોય છે. લોકો આજનાં […]

Top Stories Ahmedabad Gujarat

તહેવારોમાં લોકો નવા વાહનો ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે ત્યારે આજે દશેરાનાં પાવન પર્વે લોકો નવા વાહનો ખરીદી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો અહી મોટા ભાગનાં શો રૂમમાં નવા વાહનો ખરીદનારોઓની જાણે ભીડ જામી ગઇ છે. આપને જણાવી દઇએ કે, આજે આ પાવન પર્વે શહેરીજનો પોતાના વાહનોની પૂજા પણ કરતા હોય છે.

લોકો આજનાં દિવસને શુભ માની વાહનોની ખરીદી કરતા હોય છે. આજે શહેરનાં મોટા ભાગનાં શો રૂમ ખરીદદારોથી ભારાયેલા છે. લોકો પોતાના માટે નવા વાહનો આજે ખરીદવુ વધુ પસંદ કરી રહ્યા છે. જો કે એક બાજુ મોંઘવારીનો માર હોવાનુ સાંભળવા મળે છે અને બીજી તરફ શો રૂમમાં અમદાવાદીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આપને જાણીને નવાઇ લાગશે કે આજે વાહનો ખરીદવા માટે લોકો સવારથી જ શો રૂમ આગળ આવી ગયા હતા અને પોતાના મન ગમતા વાહનને બુક કરાવી રહ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી ઓટો સેક્ટરમાં મંદીની વાતો ચાલી રહી હતી, પરંતુ આજે સવારથી જ શો રૂમ આગળનો માહોલ જોતા કહી શકાય કે અમદાવાદીઓને મંદની કોઇ અસર નથી. જો કે મળી રહેલી માહિતી અનુસાર આજનાં દિવસમાં વેચાણ ગત વર્ષ કરતા ઓછુ હોવાનું સામે આવી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.