Ahmedabad News/ અમદાવાદના નિર્ણયનગરમાં ભીષણ આગ: ગેસના બાટલા ફાટતાં વિસ્તારમાં અફરાતફરી

અમદાવાદના નિર્ણયનગર (Nirnay Nagar)વિસ્તારમાં બુધવારે બપોરે આગની (Fire)ગંભીર ઘટના સામે આવી છે

Gujarat Ahmedabad
અમદાવાદના નિર્ણયનગરમાં ત્રિસા હોસ્પિટલ (Trisa Hospital)નજીક ખુલ્લા મેદાનમાં ભીષણ આગ (Fire)લાગતાં ભારે દોડધામ મચી છે

Ahmedabad News : અમદાવાદના નિર્ણયનગરમાં ત્રિસા હોસ્પિટલ (Trisa Hospital)નજીક ખુલ્લા મેદાનમાં ભીષણ આગ (Fire)લાગતાં ભારે દોડધામ મચી છે. ફટાકડાની દુકાન પાછળ લાગેલી આગમાં ગેસના બાટલા (Gas Cylinders)એક પછી એક ફાટતાં સ્થિતિ ગંભીર બની હતી. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી રહી છે.

નિર્ણયનગરમાં અચાનક ભીષણ આગ

અમદાવાદના નિર્ણયનગર (Nirnay Nagar)વિસ્તારમાં બુધવારે (18 નવેમ્બર) બપોરે આગની ગંભીર ઘટના સામે આવી છે. અહીં આવેલી ત્રિસા હોસ્પિટલ (Trisa Hospital)નજીકના ખુલ્લા મેદાનમાં અચાનક આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

ફટાકડાની દુકાન પાછળ આગ લાગતાં ચિંતા વધી

પ્રાથમિક માહિતી અનુસાર, જે ખુલ્લા મેદાનમાં આગ છે તેની નજીક ફટાકડાની દુકાન આવેલી છે. દુકાનની બિલકુલ પાછળ આગ લાગતાં આસપાસના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગની લપેટો દૂર સુધી જોવા મળી હતી.

Fire : એક પછી એક ગેસના બાટલા ફાટતાં ધડાકા

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગની ઝપેટમાં આવતા એક પછી એક ગેસના બાટલા ફાટ્યા હતા. બાટલા ફાટવાના કારણે મોટા ધડાકા થતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડની ટીમો આગ બુઝાવવામાં જોતરાઈ

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો (Fire Brigade)મોટો કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમો આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ, નુકસાન અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની વધુ વિગતો હજુ સામે આવી નથી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સાવચેતીનો માહોલ છે.


આ પણ વાંચો: યમુના એક્સપ્રેસ-વે પર દોડતી ડબલ ડેકર બસમાં આગ, 40 મુસાફરોએ સમયસર બહાર નીકળી બચાવ્યો જીવ

આ પણ વાંચો:ખંભાળિયા GIDCમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 3 થી વધુ ફાયર ગાડીઓ દોડી, અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો: ગોધરા-દાહોદ હાઇવે પર દોડતી કારમાં અચાનક ભીષણ આગ, ચાલકે કૂદકો મારી જીવ બચાવ્યો