Not Set/ અમદાવાદ : એરપોર્ટ પરથી મોહમ્મદ મિજાનૂર નામને મુસાફર છરી સાથે ઝડપાયો

સાપ્રાંત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દેશભરમાં એર પોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. દિલ્હી અને અમદાવાદ સહિતનાં દેશનાં 19 એર પોર્ટ પર સઘન સિક્યુરીટી ગોઠવી દેવામા આવી છે અને તમામ પેસેન્જર અને આવતા જતા લોકો પર સુરક્ષા એજન્સી વોચ રાખી રહી છે. તો સાથે સાથે દેશભરનાં એર પોર્ટ પર આતંકી હુમલો થવાનાં ઓથાર નીચે […]

Top Stories Ahmedabad Gujarat

સાપ્રાંત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દેશભરમાં એર પોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. દિલ્હી અને અમદાવાદ સહિતનાં દેશનાં 19 એર પોર્ટ પર સઘન સિક્યુરીટી ગોઠવી દેવામા આવી છે અને તમામ પેસેન્જર અને આવતા જતા લોકો પર સુરક્ષા એજન્સી વોચ રાખી રહી છે. તો સાથે સાથે દેશભરનાં એર પોર્ટ પર આતંકી હુમલો થવાનાં ઓથાર નીચે સઘન ચેકીંગ પણ ચાલી રહ્યું છે. ત્યારે આમદાવાદ એર પોર્ટ પરથી મુસાફર પાસેથી છરી જેવુ ઘતક હથીયાર ઝડપવામા આવ્યું છે.

આતંકી હુમલાનાં પગલે દેશભરનાં એર પોર્ટ હાઇ એલર્ટ પર………

અમદાવાદ એર પોર્ટ માં લોન વુલ્ફ હુમલો ટળીયો, છરી સાથે મુસાફર ઝડપાયો……

અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક મુસાફર છરી સાથે ઝડપાયો છે. સુરક્ષા એજન્સીનાં આધિકારી દ્વારા મુસાફરની વર્ણતણુંક પર શંકા જતા ફરજ પર હાજર  CISF નાં PSI દ્વારા આ મુસાફરની ઝડતી લેવામા આવી હતી. તો ઝડતી દરમ્યાન છરી સાથે મુસાફરી કરતા યુવકને ઝડપી લેવામા આવ્યો હતો. મોહમ્મદ મિજાનૂર નામના યુવકે પોતાનાં બુટમાં છરી છુપાવી હતી અને તે આમદાવાદ ઇન્ટરનેશન એર પોર્ટમાં દાખલ થઇ ગયો હતો.

સુરક્ષા અધિકારીના ચબરાક નજરે ચડી જતા મુસફાર મોહમ્મદ મિજાનૂરની ઝડતી દરમ્યાન પગમાંથી છરી મળી આવતા મુસાફરની ધરપકડ કરી લેવામા આવી હતી. હાલ તો આ મુસાફરને પોલીસને સોંપવામા આવ્યો છે અને પોલીસ દ્વારા મુસાફર મોહમ્મદ મિજાનૂરની પુછપરછ કરવામા આવી રહી છે. ત્યારે સુરક્ષા અધિકારીની ચપળતાથી મોટો લોન વુલ્ફ હુમલો ટળી ગયો હોવા જોવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.