Not Set/ PM મોદીની પાકિસ્તાની બહેન, છેલ્લાં 35 વર્ષથી બાંધે છે રાખડી

અમદાવાદ ભાઈ બહેનનાં પવિત્ર પ્રેમના પ્રતિક સમો તહેવાર એટલે રક્ષાબંધન. તેને નાત,જાત ,ધર્મ કે કોઈ બંધન નડતા નથી..:છેલ્લા 36 વર્ષથી ગુજરાતમાં અને અમદાવાદમાં રહેતા મૂળ પાકિસ્તાનનાં ઉમર મોહસીન શેખ પીએમ મોદીને રાખડી બાંધે છે. શેખે જણાવ્યું કે તેઓ લગ્ન બાદ પાકિસ્તાનથી ભારત આવ્યા હતાં અને ત્યારથી તેઓ મોદીને રાખડી બાંધે છે..પરંતુ હવે પીએમ હોવાને કારણે […]

Top Stories Ahmedabad Gujarat Trending
gf 9 PM મોદીની પાકિસ્તાની બહેન, છેલ્લાં 35 વર્ષથી બાંધે છે રાખડી

અમદાવાદ

ભાઈ બહેનનાં પવિત્ર પ્રેમના પ્રતિક સમો તહેવાર એટલે રક્ષાબંધન. તેને નાત,જાત ,ધર્મ કે કોઈ બંધન નડતા નથી..:છેલ્લા 36 વર્ષથી ગુજરાતમાં અને અમદાવાદમાં રહેતા મૂળ પાકિસ્તાનનાં ઉમર મોહસીન શેખ પીએમ મોદીને રાખડી બાંધે છે.

શેખે જણાવ્યું કે તેઓ લગ્ન બાદ પાકિસ્તાનથી ભારત આવ્યા હતાં અને ત્યારથી તેઓ મોદીને રાખડી બાંધે છે..પરંતુ હવે પીએમ હોવાને કારણે તેમની વ્યસ્તતાને કારણે તેઓ કદાચ તેમને નહીં મળી શકે

પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે બે દિવસ અગાઉ જ મને પીએમ મોદીને ફોન આવ્યો હતો. હું ખુબ ખુસ છું અને મેં તે સાથે જ રક્ષાબંધનની તૈયારી કરવાનું શરુ કર્યું.

મોદી દરેક વખતે અમારી સાથે રક્ષાબંધનનાં દિવસે થોડો સમય ગાળે છે. મેં તેમને કહ્યું કે આજે હું જે કંઈ છું તે તમારા કારણે છું. તેમણે મને મારા પુત્ર સુફિયન અને મારા પતિ મોહસિન વિશે પૂછ્યું મોદી જ્યારે આરએસએસમાં કાર્યકર હતાં. ત્યારે તેમની સાથે મારી પ્રથમ રક્ષાબંધન હતી..તેઓ પોતાની મહેનતથી વડાપ્રધાન બન્યા છે. તેમણે કહ્યું કે આ લાગણીના સંબંધને હવે 35 વર્ષ થયા છે..મને પીએમ મોદીની બહેન હોવાનું ગૌરવ છે.