Ahmedabad News: અમદાવાદમાં 16 જુના પુલના સંદર્ભમાં અમદાવાદ મ્યુનિ. AMC એ અગાઉ જાહેરાત કરી હતી કે આ બધા પુલો પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેણે પુલો પર ઊંચાઈના અવરોધો લગાવવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, AMC એ હવે જાહેરાત કરી છે કે હાલ માટે કોઈપણ પુલ પર ઊંચાઈના અવરોધો લગાવવામાં આવશે નહીં.
અમદાવાદ મ્યુનિ. (AMC)
આનો અર્થ એ થયો કે હાલ માટે તમામ 16 પુલો પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં. પહેલા આ બાબતે નિષ્ણાતોની સલાહ લેવામાં આવશે, અને પછી જરૂરી નિર્ણયો લેવામાં આવશે. જોકે, ઊંચાઈના અવરોધો લગાવવાનો AMC નો નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.
આ સંદર્ભમાં, અમદાવાદ મ્યુનિ. AMC એ અગાઉ જાહેરાત કરી હતી કે આ 16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. 26 વર્ષ કે તેથી વધુ જૂના કોઈપણ પુલ પર ઊંચાઈના અવરોધો લગાવવામાં આવશે. AMC આ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરશે, અને ₹૩ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. હવે કોર્પોરેશને તેની રાબેતા મુજબની ટેવ મુજબ પાછીપાની કરી છે. જાહેરાતોમાં શૂરા પણ અમલમાં અધૂરાની વાત કોર્પોરેશને ફરીથી આ પગલાં સાથે સાબિત કરી છે.
હવે આ માટે કયા પ્રકારના નિષ્ણાતો નીમવામાં આવશે અને કોઈ કન્સલ્ટન્સીને કામ સોંપવામાં આવશે. આ કામ ક્યારે સોંપવામાં આવશે અને સોંપવામાં આવ્યા પછી તેને કેટલા મહિનામાં પૂરુ કરવામાં આવશે તેના અંગેની કોઈ વાત કોર્પોરેશને જણાવી નથી. આમ આ આખી જ બાબત હાલમાં અદ્ધરતાલ છોડી દેવાઈ છે.
