Not Set/ PM મોદીએ મેટ્રોના ફેઝ 1 નું કર્યું લોકાર્પણ, વસ્ત્રાલથી મેટ્રો ટ્રેનને આપી લીલીઝંડી

પીએમ મોદી આજે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું. વસ્ત્રાલ ગામમાં મેટ્રો સ્ટેશનથી લોકાપર્ણ કરવામાં આવ્યું. પીએમના આવાના ખાતે સ્ટેશનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠાવામાં આવ્યો છે. જો કે હાલ મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. મેટ્રો સ્ટેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને PM મોદી આજે મેટ્રો ટ્રેનને લિલિ ઝંડી આપી  પીએમ મોદી વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 85 PM મોદીએ મેટ્રોના ફેઝ 1 નું કર્યું લોકાર્પણ, વસ્ત્રાલથી મેટ્રો ટ્રેનને આપી લીલીઝંડી

પીએમ મોદી આજે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું. વસ્ત્રાલ ગામમાં મેટ્રો સ્ટેશનથી લોકાપર્ણ કરવામાં આવ્યું. પીએમના આવાના ખાતે સ્ટેશનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠાવામાં આવ્યો છે.

જો કે હાલ મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. મેટ્રો સ્ટેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને PM મોદી આજે મેટ્રો ટ્રેનને લિલિ ઝંડી આપી  પીએમ મોદી વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6.5 કિલોમીટરના મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું. પીએમ  મોદીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. પીએમ વસ્ત્રાલથી નિરાંત ચોકડી સુધી મેટ્રોમાં  સફર કરી.

પીએમ મોદીએ વસ્ત્રાલ પાસે આવેલા મેટ્રો સ્ટેશન પર પહોંચીને મેટ્રોના સ્ટેશન અને રૂટ અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. અધિકારીઓ દ્વારા પીએમ મોદીને મેટ્રો રેલ અને તેના રૂટ અંગે માહિતી પણ આપાવમાં આવી હતી.

બુધવારથી જાહેરજનતા માટે ટ્રેન શરૂ કરવામાં આવશે. 6 માર્ચ થી 15 માર્ચ સુધી ફ્રીમાં મુસાફરી કરી શકાશે. મેટ્રોના કુલ બે રૂટ છે જેમાં ઇસ્ટ-વેસ્ટ કોરિડોર વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી, જેનું અંતર 21.16 કિમી, અને 6.53 કિમી ટનલ અને 14.63 કિમીનો એલિવેટેડ કોરિડોર છે.

નોર્થ-સાઉથ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા ગામ સુધી 18.87 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર ઉપરાંત બે ડેપો એપરલ પાર્ક અને ગ્યાસપુર ખાતે છે.

વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી ઇસ્ટ-વેસ્ટ કોરિડોર. એપરલ પાર્કથી શાહપુર ટનલમાંનાં 4 મળી કુલ 17 સ્ટેશન, જેમાં વસ્ત્રાલ ગામ, નિરાંત ચોકડી, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી, એપેરલ પાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાળુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા, શાહપુર, જૂની હાઈકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજ. યુનિ., ગુરુકુળ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ, થલતેજ ગામ સ્ટેશનનો સમાવેશ.